ટીવી અભિનેત્રી મુનમુન દત્તા (TV actress Munmun Dutta) હાલ ઘણી જ ચર્ચામાં છે. તે કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah) બબીતા જીની (Babita ji) ભૂમિકા માટે સૌથી વધુ લોકપ્રિય છે. તે તેની સુંદરતા, ફેશન માટે જાણીતી છે. આ સાથે તેની ફિટનેસ પણ લોકોને પ્રભાવિત કરે છે. તેણીના મોડેલિંગના દિવસોમાંથી તેણીની કેટલીક તસવીરો જેમાં તે બિકીનીમાં (Munmun Dutta posing in bikinis) પોઝ કરતી જોવા મળી રહી છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના ફેન્સને તેનો આ હોટ અવતાર પણ આકર્ષક લાગે છે.
મુનમુન દત્તાને 'તારક મહેતા..'માં કામ કરવા માટે દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર ઉપરાંત એપિસોડ દીઠ 50-70 હજાર રૂપિયાની ફી મળે છે. નોંધનીય છે કે, ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર્સ જ્યાં સુધી શો સાથે જોડાયેલા હોય છે, ત્યાં સુધી પ્રોડ્યૂસર અસિત મોદી કલાકારો કામ કરે કે ના કરે દર મહિને બેઝિક પગાર આપે છે.
દરેક એક્ટરના અનુભવના હિસાબે બેઝિક સેલરી નક્કી કરેલી છે. બેઝિક સેલરી ઉપરાંત મહિનામાં જે-તે એક્ટર કેટલાં દિવસ શૂટિંગ કરે છે, તે પ્રમાણે ફી મળે છે. આ ફી દર ત્રણ મહિને આપવામાં આવે છે, જ્યારે બેઝિક સેલરી દર મહિને મળે છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મુનમુન દત્તાની નેટવર્થ 14 કરોડ રૂપિયાની આસપાસ છે.