મુંબઈ : ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (Taarak Mehta Ka Ooltah Chashmah)વાત આવે તો સૌથી પહેલા આપણી સામે દિલીપ જોશી દ્વારા ભજવેલ જેઠાલાલનું (Jethalal)પાત્ર આવે છે. શો માં જેઠાલાલની પત્ની દયાબેન છે પણ તે ઘણી વખત બબીતા જી (Babita ji)સાથે ફ્લર્ટ કરતો જોવા મળે છે. સિરીયલમાં આ બંનેને કેમેસ્ટ્રી દર્શકોને ઘણી પસંદ આવે છે. જોકે હાલમાં જેઠાલાલ સામે અભિનેત્રી અને મોડલ મલાઇકા અરોરા (Malaika Arora)આવી તો તે બબીતા જી ને ભૂલી ગયા હતા.