

ટીવીની લોકપ્રિય ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ઘર ઘરમાં ખાસ ઓળખ ઊભી કરી છે. લોકડાઉનમાં ગોકુલધામ સોસાયટી પણ તમામ આદેશોનું પાલન કરે છે. અને ગોકુળધામ વાસી ઘરમાં રહીને તે જ દિનચર્યા નિભાવીને કંટાળી ગયા છે. જેઠાલાલની દુકાન ન જવાના કારણે ઉદાસ છે. તો ભીડે ઓનલાઇન ક્લાસિસ અને કોચિંગથી પરેશાન છે. સોસાઇટીની મહિલા મંડળ પણ પોતાના બાળકો અને પતિ હંમેશા આસપાસ રહેતા ઘરનું કામ વધતા મુશ્કેલીમાં મૂકાયા છે. ફોટો સભાર- jetha.420/Instagram


સમગ્ર ગોકુળધામ સોસાઇટી લોકડાઉનના કારણે પરેશાન છે. સોસાયટીના તમામ સદસ્ય પોતાની રોજની એક જેવી દિનચર્યા નિભાવીને પરેશાન છે. તે જ રોજ ઘરે ઉઠવું અને ઘરનું કામ કરવું. ઇન્ટરનેટ પર સમય પસાર કરવો અને ટીવી દેખવાથી તમામ લોકો કંટાળો અનુભવે છે.


વળી સોસાઇટીના બાળકોમાં રમી નથી શકતા. અને આ કારણે તે ઘરમાં નવો ને નવો તખરાટ મચાવે છે. જેના કારણે સોસાઇટીની મહિલા વર્ગ પણ કંટાળી રહી છે.


ચંપકલાલ જ્યારે પોતાના પુત્ર જેઠાલાલને ઉદાસ જુએ છે તો તેને સમજાવે છે જે લોકડાઉન જીવનની આ સુંદર યાત્રામાં આવનાર એક નાનકડી ટક્કર છે. અને તેનાથી જીવનની યાત્રા ન રોકાવવી જોઇએ. જેઠાલાલ બાપુજીની વાત સાંભળીને તેમની પરેશાનીમાં રાહત અનુભવે છે. ચંપકલાલ કહે છે કે જેઠાલાલને કહે છે કે હાલથી સ્થિતિ એક મોટો પડકાર છે પણ ગોકુળધામ સોસાયટી આ મોટી મુશ્કેલીનો ઉકેલ ધીરજ, સંયમ અને શાંતિ સાથે હસતા હસતા પસાર કરી લેશે. Photo Grab-jetha.420/Instagram