મુંબઇ: ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી લોકપ્રિય કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ગત 12 વર્ષથી લોકોનાં દિલ પર રાજ કરે છે. દર્શકોને હમેશાં હસાવનાર આ શોનાં પાત્રો ઘર ઘરમાં ફેમસ છે. જેઠા લાલ, દયા, બબિતાજી, ભીડે, માધવી, ઐયર, સોઢી, હાથી, પોપટ લાલ સૌને આખી દુનિયા આજ નામથી ઓળખે છે. પોતાની શાનદાર એક્ટિંગથી સૌએ કરોડો લોકોનાં દિલમાં જગ્યા બનાવી દીધી છે. શોમાં બબીતાજીનું કિરદાર નીભાવનનાર મુનમુન દત્તા (Munmun Dutta) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અને રિયલ લાઇફમાં ઘણી જ સ્ટાઇલિશ છે. તે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેની તસવીરો શેર કરી છે. (PHOTO:@mmoonstar/Instagram)