મુંબઇ: ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી પ્રખ્યાત ફેમિલી કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ગત 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. શોમાં જેઠાલાલથી માંડીને બબીતાજી સુધી તમામ કિરદાર દર્શકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી રાખી છે. શોમાં જેઠાલાલનાં દીકરા ટપ્પુ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat)એ પણ લોકોનું દિલ જીતવમાં જીતવામાં કોઇ કસર બાકી નથી રાખી. રાજે તેની યૂટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે. જેનાં પર હાલમાં જ બબીતાજીએ મુનમુન દત્તા (Munmun Dutta)એ પણ કમેન્ટ કરી છે.
મુનમુન દત્તાની આ કમેન્ટે દર્શકોનું ધ્યાન ખેચ્યું છે. રાજ અનડકટ હાલમાં તેની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે તેનાં ફેન્સનાં સવાલોનાં જવાબ આપી રહ્યો છે. આ વચ્ચે મુનમુન દત્તાએ વીડિયો પર કમેન્ટ કરી હતી જેમાં તે લખે છે. કમાલ હૈ જી.. કમાલ હૈ.. કેટલું કમાઇ લો છો? તો બીજી તરફ રાજે હજુ સુધી રાજે મુનમુન દત્તાનાં સવાલનો જવાબ આપ્યો નથી.