ફેમીલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘર ઘરમાં એક ખાસ ઓળખ ધરાવે છે. તેમાં પણ આ શોમાં બબીતા જીનું પાત્ર ભજવતી બંગાળી અભિનેત્રી મુનમુન દત્તા અનેક લોકોના દિલની ધડકન બની ચૂકી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મુનમુન દત્તાનું મોટું ફેન ફોલોઇંગ છે. અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. જો કે તેમને પણ ધણીવાર ટ્રોલ્સનો સામનો કરવો પડે છે. પણ મુનમુન આ ટ્રોલ્સનો જવાબ આપતા સારી રીતે જાણે છે. આ વિષે મુનમુન એક ઇન્ટરવ્યૂમાં ખૂલીને વાત કરી હતી. (Photo Credit- @mmoonstar/Instagram)
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ટ્રોલર્સને હંમેશા જોરદાર જવાબ આપતી નજરે પડે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપેલા પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે કેવી રીતે ઇન્ટરનેટ પર તેને અલગ અલગ પ્રકારના લોકોનો સામનો કરવો પડે છે. તેણે જણાવ્યું કે અનેક વાર તેની ફોટોશોપ તસવીરો પણ સામે આવે છે. મારા પોસ્ટ પર અનેક લોકો અશ્લીલ ટીપ્પણી પણ કરે છે. ગંદા મેસેજ પણ મોકલે છે. (Photo Credit- @mmoonstar/Instagram)
મુનમુને કહ્યું કે સમયની સાથે તેણે આવા લોકોને કેવી રીતે ડીલ કરવા તે શીખી લીધું છે. તે આવા ટ્રોલ્સને તરત બ્લોક કરે છે. વળી તેણે અનેક વાર આવા લોકોની વાતોનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે. તેનું માનવું છે કે અનેક લોકો અટેશન મેળવવા માટે આવું કરે છે. મુનમુન તેમને અટેંશન આપવાના બદલે સીધા બ્લોક જ કરી લે છે. (Photo Credit- @mmoonstar/Instagram)
મુનમુન દત્તાએ ટ્રોલ્સથી ડીલ કરવાની આ રીતે ખરેખરમાં જોરદાર છે. તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યું હતું કે તે લોકોની ખોટી માંગણી અને ચીપ હરકત ક્યારેય સહન નહીં કરે. જો કે મુનમુન આ મામલે એક માત્ર અભિનેત્રી નથી. અનેક ટીવી અને બોલિવૂડ અભિનેત્રી આ પહેલા સોશિયલ મીડિયા પર આ રીતના પ્રશ્નોને ફેસ કરી ચૂકી છે. કેટલીક અભિનેત્રીને પોલીસની મદદ લેવાનો પણ વારો આવ્યો છે. (Photo Credit- @mmoonstar/Instagram)