

પારિવારિક કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ઘરે ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂક્યા છે. આ શોમાં જોવા મળતા દરેક પાત્રની ફેન ફોલોઇંગ છે. ત્યારે હાલમાં જ આ શોમાં એન્ટ્રી લેનારી નવી અંજલિ ભાભી એટલે કે એક્ટ્રેસ સુનૈનાના ફોજદારએ પણ શ્રોતાઓના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. તેની ફેન ફોલોવિંગમાં પણ જોરદાર વધારો થયો છે. વળી ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સુનૈના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં સુનૈનાએ કેટલાક આવા બોલ્ડ અને સુંદર ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે. તમે પણ જુઓ આ તસવીરો. (Photo Credit- @sunayanaf/Instagram)


સુનૈનાએ તેની ખૂબ જ સુંદર અને બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ ફોટામાં સુનૈના સફેદ રંગના ટોપ પર હેવી નેકપીસ પહેરેલી જોવા મળી રહી છે. આ લૂકમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે અને તેના સુંદર વાંકડિયા વાળ પણ તેણે આમાં ફ્લોન્ટ કર્યા છે.(Photo Credit- @sunayanaf/Instagram)


સુનૈનાનો આ ફોટો ખૂબ જ કામણગારો છે. આ ફોટો પર તેણે કેપ્શનમાં લખ્યું છે કે - પ્રેમ એ બધું છે જે તમને જોઈએ છે ... તમે પ્રેમની શોધમાં છો. ચાલો ડર્યા વગર અને સીમાઓ વગર પ્રેમ કરીએ. આ ફોટોમાં તેણે સરસ લાલ સાડી પહેરી છે. (Photo Credit- @sunayanaf/Instagram)


તેણે આમાં બિકની લૂક પણ બતાવ્યો છે. સુનૈના તમામ પ્રકારના કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ભલે પછી તે પારંપરાગત સાડી હોય કે મોર્ડન ડ્રેસ. (Photo Credit- @sunayanaf/Instagram)


સુનૈનાના આ ફોટો પર ફેન્સ તરફથી અનેક પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ સિવાય અનેક સેલેબ્સે પણ તેની આ તસવીર પર ટિપ્પણી કરી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હાથીની પત્ની કોમલનું પાત્ર ભજવનારી અભિનેત્રી અંબિકાએ પણ તેના આ ફોટો પર ટિપ્પણી કરી છે. કહ્યું છે કે - Oooh yeah. (Photo Credit- @sunayanaf/Instagram)