એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ootah Chashmah) એક એવો ટીવી શો છે 12 વર્ષથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે શોનાં 3 હજાર એપિસોડ પૂર્ણ થઇ ગયા છે અને શો દર્શકોની વચ્ચે હજુ પણ એટલો જ પોપ્યુલર છે. ટીઆરપીની રેસમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા તમામ સાસુ વહુ ડ્રામાઝથી આગળ છે. આ હમેશા જ ટોપ 5માં તેની જગ્યા બનાવી રાખે છે. શોનાં કલાકાર પણ એટલાં જ પોપ્યુલર છે. તો શોમાં જૂની સોનૂ એટલે કે નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) પણ ચર્ચામાં છે. (Photo credit: instagram/_ninosaur)