2010નું ઇન્ટરવ્યુ થયું વાયરલ દિશાનું આ ઇન્ટરવ્યુ 2010નું છે, જે તેને એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટને આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, એક જ પ્રકારના અવાજને મેન્ટેન કરવો ઘણો મુશ્કેલ હોય છે. પરંતુ ભગવાનની કૃ઼પા છે કે અત્યાર સુધી મારા અવાજને કોઇ નુકસાન નથી થયું અથવા તો કોઇપણ પ્રકારની ગળાની તકલીફ નથી થઇ. હું રોજના 11થી 12 કલાક શૂટિંગ કરૂ છુ તેથી હવે તે મારી આદત બની ચુક્યો છે.
દિશાએ 2017માં તે સમયે શૉમાંથી બ્રેક લીધો હતો જ્યારે તે પહેલીવાર પ્રેગનેન્ટ થઇ હતી. ત્યારે મેકર્સ અને દર્શકોને આશા હતી કે તે થોડા જ મહિના સુધી પોતાના બાળકની સંભાળ રાખશે અને પછી શૉમાં વાપસી કરશે. પરંતુ તે હજુ સુધી પરત નથી ફરી. થોડા સમય પહેલા જ શૉના પ્રોડ્યુસર અસિત મોદી સ્પષ્ટ રૂપે કહી ચુક્યા છે કે દિશા વાકાણીના શૉમાં પરત ફરવાની હવે કોઇ આશા નથી.
ઓક્ટોબરના અંત સુધીમાં શૉમાં પરત ફરશે દયા? - થોડા સમય પહેલા એવા મીડિયા રિપોર્ટ્સ પણ સામે આવ્યા હતાં, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દિશા વાકાણી હજુ પણ 'તારક મહેતા'ના કોન્ટ્રાક્ટમાં છે અને મેકર્સ તેને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રિપોર્ટ્સમાં મેકર્સના હવાલે કહેવામાં આવ્યું કે તે ઓક્ટોબરના અંત સુધી અથવા નવેમ્બરની શરૂઆતમાં દયા બેનની વારસી શૉમાં કરાવશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે દિશા વાકાણી શૉમાં પરત ફરવા તૈયાર નહીં થાય તો તેની જગ્યાએ અન્ય કોઇ એક્ટ્રેસને દયા બેનના રોલમાં લાવવામાં આવશે.