એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. સાથે જ તે તેની વાતોને જાહેરમાં મુકતા પણ અચકાતી નથી. હાલમાં કંગનાની એક પોસ્ટને કારણે તે ચર્ચામાં છે જે તેને તાપસી પન્નૂ (Taapsee pannu) પર લખી છે.
હાલમાં તાપસી પન્નૂને ફિલ્મ 'થપ્પડ'માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળતા સમેય તેણે સ્ટેજ પર સ્પીચ આપી જેમાં એવોર્ડમા નોમિનેટેડ લોકોને થેન્ક યૂ કહ્યું, જેમાં દીપિકા પાદુકોણ, જાન્હવી કપૂર, વિદ્યા બાલન અને કંગના રનૌટનો આભાર માન્યો હતો. તેણે જ્યારે કંગનાનું નામ લીધું તો લોકોને પણ આશ્ચર્ય થયુ હતું.
હવે સૌ કોઇ કંગના અને તાપસી વચ્ચેનાં વર્ડ વોરથી વાકેફ છે. તેઓ ટ્વિટર પર ઘણી વખત કોલ્ડ વોરનો ભાગ બનેલાં છે. તો આ વખતે પણ કંગનાને જ્યારે ખબર પડી કે ફિલ્મફેર એવોર્ડમાં તાપસીએ તેનું નામ લીધુ હતું અને તેનો આભાર માન્યો હતો ત્યારે કંગનાએ ટ્વિટ કરીને તાપસીને ટોન્ટ માર્યો છે. તેણે લખ્યું છે કે, 'આભાર તાપસી, વિમલ ઇલાયચી ફિલ્મફેર એવોર્ડને તુ જ લાયક છું. તારાથી વધારે તેને કોઇ ડિઝર્વ નથી કરતું.' કંગનાની આ ટ્વટિ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હાલમાં કંગના થલાઇવીમાં નજર આવશે. આ ઉપરાંત તેની ધાકડ અને તેજસ આવી રહી છે. તો તાપસી પન્નૂ આ વર્ષે હસીન દિલરુબા, રશ્મિ રોકેટ, લૂપ લપેટા અને દોબારામાં નજર આવશે.