નેતા અભિનેતા, બિઝનેસમેન, ખેલ જગત સહિત સામાન્ય લોકોએ પણ સુષમા સ્વરાજનાં નિધન પર શોક વ્યક્ત કર્યો. અને તેમને શ્રદ્ધા સુમન અર્પિત કર્યાં. અમિતાભ બચ્ચન, અદનાના સામી, ધરમેન્દ્ર, હેમા માલિની સહિત તમામ બોલિવૂડ સ્ટાર્સે તેમની સાથે વિતાવેલાં પળ યાદ કર્યા અને તેમનાં નિધન પર શોક વ્યક્ત કરતાં તાપસી પન્નૂએ બાયોપિકમાં કામ કરવાની ઇચ્છા જતાવી છે.
હાલમાં જ અમિતાભ બચ્ચન સાતે બદલા ફિલ્મમાં નજર આવનારી તાપસી પન્નૂએ એક ઇન્ટરવ્યૂમાં સુષમા સ્વરાજની બાયોપિકમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું કે, જો તેને આ તક મળે છે તો, તે કોઇપણ કિંમતે તેને હાથમાંથી નહીં જવા દે. તેણે વધુમાં જણાવ્યું કે, તે સુષમા સ્વરાજથી ખુબજ પ્રભાવિત છે. અને જ્યારે તે સ્કૂલમાં પણ તે સુષમા સ્વરાજનાં ભાષણ સાંભળતી હતી. તાપસીએ કહ્યું કે, તે સુષમા સ્વરાજની ફેન છે અને હમેશાં રહેશે.