સુઝૈન ખાન, ગુરુ અને બાદશાહ જેવાં 34 સેલેબ, કોરોનામાં રાત્રે 2.30 વાગ્યે કરતાં હતાં પાર્ટી, થઇ ધરપકડ
પોલીસે સોમવારે રાત્રે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. ક્રિકેટર સુરેશ રૈના સહિત 27 સેલિબ્રિટીઝ અને 8 સ્ટાફ સામે IPC કલમ-188, 269 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્લબમાં અનેક સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પાર્ટીઓ અને સેલિબ્રિટીઝની લેવિશ લાઇફ સ્ટાઇલ હમેશાં ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ્યારે દેશભરમાં કોરોના કાળને કારણે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનાં આદેશ છે. ત્યારે કેટલાંક સેલિબ્રિટીઝે આ નિયમ તોડ્યો છે. ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક સ્ટાર્સ જેમાં રિતિક રોશનની એક્સ પત્ની સુઝૈન ખાન, (Sussanne Khan) સિંગર બાદશાહ (Badshah), ગુરુ રંધાવા (Guru Randhava), ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)જેવાં નામી 34 સેલિબ્રિટીઝે કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન કરતાં અડધી રાત્રે 2.30 વાગ્યા સુધી પાર્ટી કરી રહ્યાં હતાં. આવામાં તેમનાં વિરુદ્ધ મુંબઇ પોલીસે (Mumbai Police) કેસ દાખલ કર્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.


મુંબઇનાં અંધેરી વિસ્તારમાં આવેલી જે ડબલ્યુ મેરિયોટ હોટલનાં ડ્રેગન ફ્લાય (Dragon Fly) નામનાં ક્લબમાં આ તમામ પાર્ટી કરી રહ્યાં હતાં. આ તમામ પર કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રિકેટર સુરેશ રૈના ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટીઝ ગુરુ રંધાવા, બાદશાહ ઉપરાંત સુઝાન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.


પોલીસે સોમવારે રાત્રે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. ક્રિકેટર સુરેશ રૈના સહિત 27 સેલિબ્રિટીઝ અને 8 સ્ટાફ સામે IPC કલમ-188, 269 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્લબમાં અનેક સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી.


મીડિયા સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું કે, આ પાર્ટીમાં 19 લોકો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા. પાર્ટીમાં દિલ્હી, પંજાબ ઉપરાંત સાઉથ મુંબઈથી પણ લોકો આવ્યા હતા. પોલીસે કુલ 27 કસ્ટમર અને 7 કર્મચારીઓની આઇપીસીની કલમ 188 અને 269 ઉપરાંત મહામારી એક્ટ હેઠળ કેસ નોંધ્યા છે.