સુશાંત સિંહ રાજપૂતનો વિસેરા યોગ્ય રીતે સંરક્ષિત નથી કરાયો? મીડિયા રિપોર્ટ્સ પર ઉઠ્યા સવાલ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં વિસેરાને નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે. તેની અસર શરીર પર થયેલાં રાસાયણિક અને ઝેરીલા તત્વોનાં પ્રભાવનાં વિશ્લેષણ પર પડશે.


નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત મામલે રવિવારનો દિવસ અહમ સાબિત થઇ શકે છે. દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ની ડોક્ટરની પેનલ આજે સુશાંતનાં વિસેરાની તપાસ સંબંધિત રિપોર્ટ CBIને સોંપશે. કહેવાય છે કે, આ રિપોર્ટમાં તે સ્પષ્ટ થશે કે સુશાંતનું મોત સ્યુસાઇડ છે કે મર્ડર. પણ આ પહેલાં સામે આવેલાં કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતનો વિસેરા યોગ્ય રીતે સંરક્ષિત નહોતો કરવામાં આવ્યો. આ રિપો્રટમાં વિસેરમાં કંઇ છેડખાની થયાની આશંકા જતાવવામાં આવી છે.


14 જૂનનાં સુશાંત સિંહ રાજપૂતનું શવ તેનાં ઘરેથી મળ્યાં બાદ તેનું પોસ્ટમોર્ટમ થયુ હતું. શવનાં પરીક્ષણ બાદ મુંબઇનાં કૂપર હોસ્પિટલની પાંચ ડોક્ટર્સની પેનલે તેમની રિપોર્ટ્સમાં કહ્યું હતું કે, આ મોત ફાંસીને કારણે થઇ છે. તો પરિજનોએ દાવો કર્યો તો કે, સુશાંતનું મર્ડર થયુ ચે. જે બાદ તેનાં વિસેરાને સુરક્ષિત કરવામાં આવ્યો હતો.


રિપોર્ટ્સ મુજબ શુક્રવારે મોડી સાંજે સુશાંતનાં મોતને કારણો જાણવા માટે વિસેરાનું પરીક્ષણ એઇમ્સનાં ફોરેન્સિક વિભાગમાં થઇ રહ્યું હતું. સૂત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે, વિસેરાને નુક્શાન પહોંચાડવામાં આવ્યું છે. જેની અસરથી શરીર પર થયેલી રાસાયણિક અને ઝેરીલા તત્વોનાં પ્રભાવનાં વિશ્લેષણમાં અસર પહોંચશે. ઘણી મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઇ પોલીસ પર આ મામલે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે એક્ટરે આત્મહત્યા કરી છે કે નહીં.


સુશાંતનાં 20 ટકા વિસેરાની તપાસ ફોરેન્સિક એક્સપ્રટીની ટીમ કરી શકી છે. કારણ કે 80 ટકા વિસેરાનો ઉપયોગ મુંબઇ પોલીસે તેમની તપાસમાં ઉપયોગ કરી લીધો હતો. સુશાંત સિંહ રાજપૂતનાં પરિજનોનું કહેવું છે કે, સુશાંતે આત્મહત્યા નથી કરી. આ હત્યાનો કેસ છે. આ મામલે સુશાંતનાં પરિવારજનોએ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી ગણાવી છે.