એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આજે ફરી સૌ કોઇનાં જીભે ચઢી ગયો છે. 14 જૂનનાં અચાનક જ તેણે દુનિયાને અલવિદા કહી દીધી. સુશાંત કરોડો આંખોને ભીની કરી ગયો. ગત વર્ષે તેનાં જન્મ દિવસે તે તેની બહેનો સાથે હતો. આજે તે બહેનોનો ભાઇ 'ગુલશન' (Gulshan) તેમન વચ્ચે નથી. કહેવાય છે કે સમય દરેક પરિસ્થિતિને બદલી નાંખે છે પણ આ તે દુખ છે જે તેમનો પરિવાર ક્યારેય નહીં ભૂલાવી શકે. આજે સુશાંતનાં જન્મ દિવસે (Birth Aniversaray)નાં સમયે તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ (Shweta Singh Kirti)એ એક તસવીરનું કોલાજ શેર કર્યું છે. અને એક ભાવૂક પોસ્ટ લખી છે. સાથે જ સોશિયલ મીડિયા પર SSRનાં ફેન્સ માટે ખુશખબરી પણ લખી છે.
આ તસવીરોમાં સુશાંત સિંહ રાજપૂત તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ તેની ભત્રીજી અને પરિવારનાં સભ્યોની સાથે શ્વેતાની આ પોસ્ટ પર સુશાંતનાં ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે. દિવંગત એક્ટરને યાદ કરી રહ્યાં છે અને ઇમોશનલ કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.આ સાથે જ શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે ભાઇનાં જન્મ દિવસ પર તેનું એક સપનું પૂર્ણ થવા અંગે વાત કરી છે. એસ્ટ્રોફિઝિક્સનાં ભણતર માટે સુશાંત સિંહ રાજપૂતનાં નામે સ્કોલરશીપ આપવામાં આવશે તેવી તેણે વાત કરી છે.
શ્વેતા લખે છે કે, 'મને જણાવતા આનંદ થઇ રહ્યો છે કે, મારા ભાઇનાં 35માં જન્મ દિવસ પર તેનાં એક સપનાને પૂર્ણ કરવાં તરફ મે પગલું ભ્યુ છે. યૂસી બર્કલમાં સુશાંત સિંહ રાજપૂત મેમોરિયલ ફંડ 3500 ડોલર્સ આપશે. યૂસી બર્કલમાં એસ્ટ્રોફિઝિક્સમાં રસ ધાવનારા કોઇપણ વિદ્યાર્થી આ ફંડ માટે અપલાય કરી શકે છે. હેપ્પી બર્થ ડે મારા નાના ભાઇ. આશા કરુ કે, તુ જ્યાં હઇશ ખુશીથી રહેતો હોઇશ '