

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ દિલ બેચારા (Dil Bechara) ઓટીટી પ્લેટફર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં તેનાં મિત્રો, પરિવાર અને ફેન્સ ખુબજ ભાવૂક થઇ ગયા હતાં. તમામ અવાર નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમની વેદના લખતા હોય છે. ત્યારે જ્યારે સુશાંતની છેલ્લી ફિલ્મ રિલીઝ થઇ છે ત્યારે તેની ફિલ્મી સફરનાં 5 શ્રેષ્ઠ લૂક પર કરીએ એક નજર


2015માં આવેલી બ્યોમકેશ બક્શીમાં સુશાંત સિંઘ રાજપૂત એક ડિટેક્ટિવનાં પાત્રમાં નજર આવ્યો હતો. આ ફિલ્મમાં તેનો અંદાજ અને લૂક ઘણો બદલાયો હતો. તેણે આ ફિલ્મથી તેનાં પરફોર્મન્સ અને લૂકથી દર્શકોને ઇમ્પ્રેસ કર્યા હતાં.


2016માં સુશાંત સિંઘ રાજપૂતે ભારતીય ક્રિકેટ ટીમનાં સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્ર સિંઘ ધોનીની બાયોપિક એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં કામ કર્યુ હતું. આ ફિલ્મમાં તો સુશાંતનાં ઘણાં લૂક્સ હતાં પણ ધોનીનાં અંદાજમાં તેનાં લાંબા વાળ વાળો લૂક ફેન્સને ખુબજ પસંદ આવ્યો હતો.


2019માં સુશાંતે તમામને તેનાં અલગ અવતારથી ચોકાવી દીધા હતાં. આ ફિલ્મ છે સોન ચિરૈયા. જેમાં તે એક ડાકૂનાં રોલમાં હતો. ફિલ્મમાં તે જંગલનાં ડાકૂનાં રોલમાં નજર આવે છે. આ ફિલ્મ માટે ન ફક્ત તેની હેરસ્ટાઇલ પણ બોડી પર પણ તેણે ઘણી મહેનત કરી હતી


વર્ષ 2019માં જ આવેલી છિછોરેમાં તે એક આધેડ વયનાં વ્યક્તિનાં રોલમાં નજર આવે છે. એક કોલેજ બોયની સાથે મિડલ એજ પિતાનાં રોલમાં તે આ ફિલ્મમાં નજર આવે છે. એખ પિતાનાં કિરદારમાં તે પોતાની જાતને સંપૂર્ણ ઢાળી દે છે. અને આ લૂકમાં પણ તે ઘણો જ અલગ દેખાય છે.