એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ અંગે CBI, ED અને NCB ત્રણેય એજન્સી કાયદાકીય તપાસમાં લાગી ગઇ છે. જેને કારણે આ કેસમાં દરરોજ ચોકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. આ વચ્ચે સોશિયલ મીડિયા (Social Media) અને ન્યૂઝ ચેનલ્સ દ્વારા સુશાંતની મોત અંગે ઘણાં ખુલાસા થયા છે. આ વચ્ચે ગત દિવસોમાં આ વાત પર ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે કે સુશાંતનાં મર્ડરનો દાવો કરી રહેલી ફેમિલીએ તેની આત્મહત્યાની વાત પોલીસ સ્ટેટમેન્ટમાં કબૂલી છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં અત્યાર સુધીમાં તેનાં પરિવાર અને ઘણાં સેલિબ્રિટીઝનાં નિવેદન દાખલ થઇ ચુક્યા ચે. આ ઉપરાંત ઘણાંને સમન્સ બજાવવામાં પણ આવ્યાં છે. ટાઇમ્સ નાવની રિપોર્ટ પ્રમાણે, આ કેસ અંગે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયના સુસાંતનાં પરિવારનાં વકીલ વિકાસ સિંહે મીડિાયનાં સવાલોનાં જવાબ આપ્યા છે. આ વચ્ચે એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, 'પરિવારે ક્યારેય આવું કોઇ સ્ટેટમેન્ટ આપ્યું નથી. કે સુશાંતે આત્મહત્યા કરી છે. આ સ્ટેટમેન્ટ મુંબઇ પોલીસે મરાઠીમાં રેકોર્ડ કર્યું હતું. ફેમિલી આ વાત પર આપત્તિ પણ જતાવી હતી કે, પ્લિઝ મરાઠીમાં ન લખો જો આપ અમારી સાઇન કરાવી રહ્યાં છો તો, તેમને જબરદસ્તી મરાઠીમાં લખેલા સ્ટેટમેન્ટ પર સાઇન કરાવવામાં આવી હતી. તેમને માલૂમ ન હતું કે, તેમાં શું લખ્યું છે.'
વિકાસ સિંહ વધુમાં કહે છે કે, આ સ્ટેટમેન્ટ સુશાંતનાં પરિવારને વાંચીને પણ સંભળાવવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે, 'તે માત્ર મરાઠીમાં લખેલું હતું. કોઇએ તેને વાંચીને સંભળાવ્યું પણ ન હતું. જો આપ મરાઠીમાં વાંચીને સભળાવો તો સામે વાળો જેને મરાઠી નથી આવડતી તે એજ જણાવત જે આપ સાંભળવાં ઇચ્ચો છો. તે કેવી રીતે ચેક કરત કે શું લખેલુ છે. આ એક સિંપલ લોજિક છે.'
આપને જણઆવી દઇએ કે સુશાંતનું નિધન 14 જૂન 2020નાં થયુ હતું. તેનો મૃતદેહ બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો આ કેસને પહેલાં મુંબઇ પોલીસ હેન્ડલ કરી રહી હતી. આ દરમિયાન ઘણાં લોકોની પૂછપરછ પણ ચાલી હતી. જેમાં મહેશ ભટ્ટ, આદિત્ય ચોપરા અને અન્ય ઘણાં સેલિબ્રિટીઝનાં નિવેદન લેવાયા હતાં. સુશાંતનાં પરિવારનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું.