એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોતની તપાસ કરી રહેલી CBIની ટીમની સામે સુશાંતનાં ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની (Sidharth Pithani)એ મોટો ખુલાસો કર્યો છે. CBIની જાણકારી આપતાં સિદ્ધાર્થે જણાવ્યું કે, દિશા સાલિયાન (Disha Salian)નાં મોતનાં સમાચાર સાંભળ્યા બાદ સુશાંત બેભાન થઇ ગયો હતો. તે બાદ જ્યારે તેને ભાન આવ્યું તો સુશાંતે કહ્યું કે, તે લોકો મને પણ મારી નાંખશે, પિઠાનીનાં આ નિવેદનને CBIની ટીમ સુશાંત અને દિશાની મોતનાં કનેક્શન સાથે જોડી રહી છે.
આપને જણાવી દઇએ કે, 8 જૂનનાં સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને તેનાં ફ્લેટથી કૂદીને જીવ આપી દીધો જ્યારે સુશાંત સિંહ રાજપૂતની બોડી 14 જૂનનાં મુંબઇ સ્થિત તેનાં ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલી મળી હતી. સિદ્ધાર્થ પિઠાનીએ CBIને જણાવ્યું કે, 8 જૂનનાં દિશાની મોત બાદ સુશાંત ઘણો જ પરેશાન થઇ ગયો હતો. તેની હાલત ઠીક ન હતી.
સિદ્ધાર્થ પિઠાનીએ CBIને જણાવ્યું કે, દિશાનાં મોત બાદ સુશાંત તેનું લેપટોપ, કેમેરા અને હાર્ડ ડ્રાઇવ શોધી રહ્યો હતો .જે બાદ સુશાંતે ઘણી વખત રિયાને ફોન પણ લગાવ્યો હતો પણ રિયાએ તેનો ફોન ઉઠાવ્યો ન હતો. જે બાદ સુશાંત વધુ પરેશાન થઇ ગયો હતો. કારણ કે રિયા સુશાંતનાં દરેક પાસવર્ડ જાણતી હતી. 8 જૂનનાં જ રિયા સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી. સુશાંતને તે વાતનો ડર હતો કે રિયા તેનાં તમામ પાસવર્ડ જાણે છે. તેથી તે અન્ય લોકોની સાથે તેને પણ ફસાવી શકે છે.
NCBનું કહેું છે કે, હજુ સુધી તે લોકોને સમન્સ બજાવવામાં આવ્યાં નથી. તે તપાસ કરતાં કરતાં NCBની ટીમ એક ટાપૂ પર બનેલાં સુશાંતનાં ફાર્મ હાઉસ સુધી પહોંચી છે. જ્યાં NCBની ટીમે એક વ્યક્તિનું પણ નિવેદન દાખલ કર્યુ છે. તે વ્યક્તિનાં જણાવ્યાં અનુસાર, ફાર્મ હાઉસમાં રિયા ચક્રવર્તી સુશાંતની સાથે ઘણી વખત આવી છે. સુસાંત અહીં તેનાં મિત્રો સાથે ખુબ પાર્ટીઓ કરતો હતો.