નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) મોતની તપાસ હવે CBI, એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની (NCB) ટીમ કરી રહી છે. ત્રણેય એજન્સીઓની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ મોટા મોટા ખુલાસા બહાર આવી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે cBIએ આખા મામલાની તપાસનાં 8માં દિવસે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને (Rhea Chakrabroty) પહેલી વખત પૂછપરછ માટે બોલાવી હતી. આજે રિયા ચક્રવર્તીની ચોથા દિવસે સતત પૂછપરછ થઇ રહી છે. 26 કલાકથી વધુ સમય સુધી CBIએ તેની પૂછપરછ કરી છે. હવે સૌ કોઇ જાણવા ઇચ્છે છે કે આખરે CBIની ટીમ રિયાની ધરપકડ ક્યારે કરશે?
CBI પણ સુશાંતની મોત મામલે દરેક પગલાં ધ્યાનથી ભરી રહી છે. CBI નથી ઇચ્છતી કે ઉતાવડમાં રિયાની ધરપકડ કરી લે અને નબળાં પૂરાવાને કારણે તેને જામીન મળી જાય. એટલું જ નહીં આ કેસ પર સૌ કોઇની નજર છે. એવામાં CBI સંપૂર્ણ ઘટના પરથી પડદો ઉઠાવવાં ઇચ્છી રહી છે. જોકે આ સંપૂર્ણ કેસમાં ઘણાં ટેક્નિકલ મુદ્દા પણ છે જેને કારણે CBI માટે રિયાની ધરપકડ આસાન નહતી. આવો જાણીએ શું છે તે કારણ જે CBI માટે માથાનો દુખાવો બની ગયા છે.
2.CBI માટે સૌથી મોટો પડકાર છે આ મામલે શામેલ સાક્ષીઓનાં નિવેદન. CBIએ જ્યારે આ કેસની તપાસ શરૂ કરી હતી ત્યારથી સુશાંતનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને કૂક નીરજની પૂછપરછ થઇ રહી છે જોકે, હજુ સુધી કોઇપણ સાક્ષીનાં નિવેદન સ્થિર નથી. 13 જૂન અને 14 જૂનનાં સુશાંતનાં ફ્લેટમાં શું થયું તે અંગે બધાનાં નિવેદનમાં અંતર દેખાય છે.