Sushant Singh Case: સુબ્રમણ્યમ સ્વામીએ CBI તપાસ માટે નિયુક્ત કર્યા વકીલ
ભાજપ (BJP)સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput) કેસની કથિત આત્મહત્યા મામલે CBI તપાસ માટે જરૂરી દસ્તાવેજ ભેગા કરવા માટે એક વકીલ નિયુક્ત કર્યો છે.


સુશાંત સિંઘ રાજપૂતે (Sushant Singh Rajput) ગત 14 જૂનનાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. જેની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે. 14 જૂનનાં સુશાંત તેનાં બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યો હતો. જે બાદ તેનાં ફેન્સ અને બોલિવૂડનાં કેટલાંક કલાકારે આ વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો છે કે તે આત્મહત્યા કરી શકે. આ આત્મહત્યાનાં રૂપમાં કરેલી હત્યા છે તેવું ઇન્ડસ્ટ્રીનાં ઘણાં લોોકનું કહેવું છે. જેથી આ મામલે CBI તપાસની માંગ ઉઠી હતી


મુંબઇ પોલીસ સુશાંતની શંકાસ્પદ મોત મામલે દરેક એંગલ તપાસી રહી છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 34 લોકોનાં નિવેદન લીધા છે. પણ હજુ સુધી મુંબઇ પોલીસને કંઇ ચોક્કસ પૂરાવા મળ્યા નથી.


BJP સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સુશાંતની આત્મહત્યા મામલે CBI તપાસ માટે જરૂરી દસ્તાવેજ તૈયાર કરવામાં લાગી ગઇ છે. તેમણે આ માટે એક વકીલની નિયુક્તિ પણ કરી લીધી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી છે કે, 'મે સુશાંત સિંઘ રાજૂપની કથિત આત્મહત્યા મામલે CBI તપાસ કે PIL માટે જરૂરી પ્રાઇમરી એવિડન્સ અને કાગળ ભેગા કરવાં કહ્યું છે.'


ટ્વિટર પર પણ #CBIForSonOfBihar ટ્રેન્ડ રહ્યો છે. ટ્વિટર પર ઘણાં લોકોએ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનાં CBI તપાસ માટે કરવામાં આવેલી પહેલનાં વખાણ કર્યા છે અને લોકોએ સુબ્રમણ્યમ સ્વામીનો આભાર માન્યો છે.


સુબ્રમણ્યમ સ્વામાએ ઇશકરન સિંહ ભંડારીને આ મામલે વકિલ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે ટ્વિટ કરીને લોકોને રિલેવન્ટ ઇન્ફર્મેનશ શેર કરવાં અપીલ કરી છે. વકીલનું કહેવું છે કે, પૂરાવા ચોક્કસ હોય તો જ કોર્ટ જવું જોઇએ. આપ આપનાં પ્રેમમાં, દુખમાં જો આવી વસ્તુઓ 20-20 વખત મોકલશો, જે રિલેવન્ટ ઇન્ફોર્મેશન નથ તો હું વાંચી નહીં શકુ અને જે રિલેવન્ટ હશે તે છૂટી જશે. કેસ ઇમોશનથી નથી જીતી શકાતા. કાયદાતી જીતી શકાય છે.