એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટથી (Enforcement Directorate)માંડીને CBI સુધી સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસની (Sushant Singh Rajput Suicide Case) તપાસ ઉંડાણપૂર્વક ચાલી રહી છે. જેથી આ કેસમાં દરરોજ નવી નવી વાતો સામે આવી રહી છે. સોમવારે ED દ્વારા રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) 11 કલાક પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ઘણી વાતો સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ,રિયાનાં મોબાઇલ નંબર પરથી 8થી 13 જૂનની વચ્ચે મહેશ ભટ્ટનાં મોબાઇલ નંબર પર 16 વખત ફોન કરવામાં આવ્યો હતો .એક ટીવી ચેનલે EDનાં સૂત્રો અનુસાર જણાવ્યું કે, રિયાનાં નંબરથી મહેશ ભટ્ટનાં નંબર પર 8થી 13 જૂનની વચ્ચે 16 વખત કોલ થયા હતાં.
સોમવારે EDને રિયાનાં ઇનકમ ટેક્સ રિટર્ન્સમાં કંઇક ગડબડ દેખાઇ. ગત થોડા સમયમાં રિયાની આવકમાં ઘણો અંતર જોવા મળ્યો છે. સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કે કે સિંહે રિયા પર આરોપ લગાવ્યો છે કે, તેણે સુશાંતનાં બેંક અકાઉન્ટમાંથી તેનાં અકાઉન્ટમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે. સાથે જ તેમણે એમ પણ આરોપ લગાવ્યો છે કે રિયા જ સુશાંતને માનસિક રૂપે ટોર્ચર કરતી હતી અને તેને આત્મહત્યા માટે ઉક્સાવતી હતી. પ્રવર્તન નિર્દેશાલય રિયા અને સુશાંતનાં આર્થિક આપ લેની તપાસ કરી છે. EDઆ વિષયમાં રિયા ચક્રવર્તી તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તી અને તેનાં પિતા ઇંન્દ્રજીત ચક્રવર્તીની પણ પૂછપરછ કરી ચૂકી છે.
રિયાએ આ ખેસમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં તેણે લખ્યુ છે કે, હું સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસમાં સંપૂર્ણ સપોર્ટ કરીશ. જોકે, બિહાર સરકારે જે પ્રકારે CBIને કેસ સોંપ્યો છે તે કાયદાની વિરોધમાં છે. મને સુપ્રીમ કોર્ટનાં CBI કેસ આપવા અંગે કોઇ આપત્તિ નથી પણ જો CBI તપાસ કરે છે તો હું ઇચ્છીશ કે સુનાવણી મુંબઇની કોર્ટમાં થાય નહીં કે પટનાની કોર્ટમાં. સુશાંતનો કેસ જે રીતે સામે આવ્યો છે અને તેનાં બિહારનું ઇલેક્શનને કારણે પટનામાં જે FIR દાખલ થઇ છે તેમાં મુખ્યમંત્રીનો હાથ છે.'