એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખ (Maharashtra Home Minister Anil Deshmukh)નું કહેવું છે કે, સુશાંત સિંઘ રાજપૂતની મોત (Sushant Singh Rjaput Case) મામલે કરન જોહર (Karan Johar)નાં મેનેજર સાથે પૂછપરછ થશે. કંગના રનૌટ (Kangana Ranaut)ની ટીમે આ મામલે મુંબઇ પોલીસ (Mumbai Police)નો ઉથડો લઇ લીધો છે. અને બેશર્મ ભાઇ ભત્રીજાવાદનો આરોપ લાગ્યો છે. સીરીઝમાં ટ્વિટ્સમાં કંગનાની ટીમે સવાલ કર્યો કે, કરન જોહર (Karan Johar)ની જગ્યાએ તેનાં મેનેજરને સમ્માન જારી કરીને બોલાવવામાં કેમ આવ્યો?
કંગનાની ટીમે મુંબઇ પોલીસ પર સમ્મન જારી કરવામાં પણ બેશર્મીથી ભાઇ ભત્રીજાવાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. ટીમે ટ્વિટમાં લખ્યુ છે કે, 'કંગનાને પૂછપરછ માટે સમ્મન જારી કરવામાં આવ્યા છે. ન કે તેનાં મેનેજરને... જ્યારે બીજી તરફ કરન જોહરની જગ્યાએ તેનાં મેનેજરને સમ્મન જારી કરવામાં આવ્યાં છે કારણ કે તે CM ઉદ્ધવ ઠાકરેનાં દીકરાનો સારો મિત્ર છે. એટલે કે સાહેબને કોઇ પરેશાની ન થાય.'
મહારાષ્ટ્રનાં ગૃહમંત્રીએ રવિવારે ANIને જણાવ્યું કે, 'કાલે મહેશ ભટ્ટને પૂછપરછ માટે બોલાવવામાં આવશે જે બાદ અમે કરન જોહરનાં મેનેજરને બોલાવીશું. જરૂર પડી તો સુશાંત સિંઘ રાજપૂત મામલે કરન જોહરની પણ પૂછપરછ થઇ શકે છે. ' તેમણે પહેલાં જ કહ્યું હતું કે, પોલીસ તે આરોપો ધ્યાનમાં લેશે જેમાં સુશાંત સિંઘ રાજપૂતને ફિલ્મ ઉદ્યોગમાં બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યાં હતાં.
37થી વધુ લોકોનું નિવેદન લેવામાં આવ્યું છે.- 14 જૂનનાં સુશાંત સિંઘ રાજપૂતની લાશ તેનાં બાન્દ્રી સ્થિત એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી. તેની કથિત આત્મહત્યા મામલે તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે. મુંબઇ પોલીસે આ મામલે 35થી વધુ લોકોનાં નિવેદન દાખલ કરી લીધા છે. કંગનાએ પહેલાં સોશિયલ મીડિયા પર શેર કરેલાં વીડિયોમાં સુશાંત સિંઘ રાજપૂતનાં મોતમો 'સનિયોજિત હત્યા' ગણાવી હતી. તેણ આરોપ લગાવ્યો હતો કે, સુશાંતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કરવાં અને તેની ઉપલબ્ધિઓને નજર અંદાજ કરી તેને સાઇડલઇન કરી દેવામાં આવ્યો હતો કેટલાંક 'લેપડોગ જર્નાલિસ્ટ' પર પણ કંગનાએ આંગળી ચીંધી હતી જે તેનાં વિરુદ્ધ 'બ્લાઇન્ડ આઇટમ' એટલે કે નિરાધાર ખબર લખતા હતાં. અને તેમનાં આર્ટિકલમાં સુશાંતને 'વિક્ષિપ્ત' અને 'વ્યસની' રૂપે ચિતરતા હતાં
સુશાંતની ફિલ્મ જાણી જોઇને નેટફ્લિક્સ પર ડંપ કરવામાં આવી- હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ કરન જોહર પર સુશાંતને ફ્લોપ સ્ટાર જાહેર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે, કરને નેટફ્લિક્સ પર સુશાંતની ફિલ્મ 'ડ્રાઇવ' જાણી જોઇને ડંપ કરી હતી. સુશાંતને ફક્ત એમ દર્શાવવા માટે કે તેની ફિલ્મનો કોઇ ખરીદાર નથી મળી રહ્યો.