14 દિવસ વધુ જેલમાં રહેશે રિયા-શોવિક- રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીએ હજુ 14 દિવસ સુધી જેલમાં રહેવું પડશે. આજે મંગળવારે સેશન્સ કોર્ટે રિયા સહિત તેનાં ભાઇની ન્યાયિક હિરાસત 20 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. આપને જણાવી દઇએ કે, રિયા અને શોવિકની ડ્રગ્સ મામલે NCBએ ધરપકડ કરી હતી. રિયા ભાયખલા જેલમાં છે. રિયા અને શોવિક ઘણી વખત કોર્ટમાં જામીન અરજી કરી ચૂક્યા છે. પણ દર વકતે તેમની બેલ અરજ કોર્ટ દ્વારા ખારીજ કરવામાં આવી છે.
રિયા અને તેનાં ભાઇ શોવિકનાં ઘણાં બધા ડ્રગ્સ પેડલર્સ સાથે કનેક્શન હતાં. રિયા અને શોવિકની તેમનાં સાથે ચેટથી આ તમામ ખુલાસા થયા હતાં. જે બાદ બંને એ NCBની પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. બાદમાં તેમની ધરપકડ થઇ હતી. રિયા અને શોવિક પર સુસાંત માટે ડ્રગ્સ ખરીદવાનો પણ આરોપ છે. બંનેએ પૂચપરછમાં આ વાત કબૂલી પણ છે.