પ્રખ્યાત ડાન્સિંગ શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4'(Super Dancer Chapter 4), જે છેલ્લા ઘણા મહિનાઓથી દર સપ્તાહમાં ધમાલ મચાવી રહ્યો હતો. ગ્રાન્ડ ફિનાલેના (Super Dancer Chapter 4 grand finale) આ સ્પર્ધામાં શોની સ્પર્ધક ફ્લોરિના ગોગોઈએ (Florina Gogoi) અન્ય 4 સ્પર્ધકોને હરાવીને ટ્રોફી જીતી છે. ફ્લોરિના ગોગોઈ જ્યારે શોની વિજેતા (Florina Gogoi winner) જાહેર થઇ છે, પૃથ્વીરાજ, જેણે પોતાની નિર્દોષતાથી લોકોના દિલ પર રાજ કર્યું હતું, તે શોનો રનર અપ રહ્યો. ફિનાલેમાં સ્પર્ધકો સિવાય, જજોએ પણ તેમના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યો હતો.
ફ્લોરિના ગોગોઈએ અન્ય 4 ફાઇનલિસ્ટને હરાવીને 'સુપર ડાન્સર ચેપ્ટર 4' નો ખિતાબ જીત્યો છે. શોના ટોપ 5 ફાઇનલિસ્ટમાં ફ્લોરિના ગોગોઇ (Asam), ઇશા મિશ્રા (Delhi), સંચિત ચન્ના (Punjab), પૃથ્વીરાજ (Karnataka), નીરજા (MP) નો સમાવેશ થાય છે. ફ્લોરિનાએ ટ્રોફી જીતી તેમજ 15 લાખ રૂપિયાનું ઈનામ મેળવ્યું. આ સિવાય તેમના સુપર ગુરુને પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુ દ્વારા શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4' ને હંમેશની જેમ જજ કરવામાં આવ્યો હતો. ફ્લોરિના ગોગોઈની જીતથી શોના નિર્ણાયકો પણ ખૂબ ખુશ હતા. પ્રખ્યાત રેપર બાદશાહ અને કોરિયોગ્રાફર રાઘવ જુયાલ પણ ફિનાલેમાં આવ્યા હતા, જે બાળકોને જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. બંનેએ શિલ્પા શેટ્ટી સાથે ડાન્સ પણ કર્યો, જે લોકોને ઘણો પસંદ આવ્યો. શો દરમિયાન, મનીષ પોલ તેના નવા ડાન્સ રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને પ્રમોટ કરવા માટે સુપર ડાન્સર ચેપ્ટર 4 ના સ્ટેજ પર આવ્યો હતો.