સ્મોલ સ્ક્રિન પર છેલ્લા છ મહિનાથી દર્શકોને એન્ટરટેઇન કરતા આવી રહ્યાં ડાન્સ રિયાલિટી શોનો રવિવારે સાંજે 23 જૂનનાં રોજ ગ્રાન્ડ ફિનાલે યોજાયો. આ દિવસનો લાંબા સમયથી દર્શકોને પણ ઇન્તેઝાર હતો. આખરે સૌની સામે Super Dancer 3 નો વિનર સામે આવી જ ગયો. જો તમે આ એપિસોડ મિસ કરી ગયા હોવ તો આપને જણાવી દઇએ કે 6 વર્ષની રુપ્સા બતબ્યાલ આ શો જીતી ગઇ છે.