નંબર જાહેર થતાં પુનીતને 300થી વધુ કોલ્સ આવ્યા હતાં. પુનીતે પોતાની આપવીતી જણાવી હતી. તેણે કહ્યું કે, લોકો તેની સાથે અશ્લિલ વાત કરતાં તો કેટલાંક તેને ગાળો ભાંડતા હતાં. પરેશાન થઇને તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે તેને કોઇ જ ફાયદો મળ્યો ન હતો. આ વાતની જાણ સની લિયોનીને થતા તેણે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.