એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર અને સોનાક્ષી સિન્હા બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન (Sunny Leone)એ મુંબઇમાં લક્ઝુરીયસ 5BHK એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું જેનો ભાવ જાણીને આપનાં હોશ ઉડી જશે. આપને સવાલ થશે કે આખરે કોરોના કાળમાં સનીએ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કેવી રીતે લીધું. (PHOTO: @sunnyleone/Instagram)
સની લિયોનનું ઘર અંધેરી વેસ્ટનાં અટલાંટિસ નામની બિલ્ડિંગમાં 12માં માળે છે. આ 5BHK એપાર્ટમેન્ટનાં કારપેટ એરિયા 3,967 વર્ગ મીટર છે. હવે આ ઘરની માલકિન સની લિયોન છે. (PHOTO: @sunnyleone/Instagram)
મની કંટ્રોલ ડોટ કોમની એક ખબર મુજબ, સનીએ 28 માર્ચ, 2021નાં 16 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે. આ પ્રોપર્ટી સનીએ તેનું અસલી નામ એટલે કરન જીત કૌર વોહરાનાં નામે ખરીદી છે. (PHOTO: @sunnyleone/Instagram)
આ સંપત્તી માટે સનીએ 48 લાખ રૂપિાયની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. આ એપાર્ટમેન્ટમાં ત્રણ કાર પાર્કિંગ સ્લોટ છે. (PHOTO: @sunnyleone/Instagram)
આપે વિચારી રહ્યાં હશો કે, કોરોના કાળમાં સનીએ આટલું મોંઘું ઘર કેવી રીતે ખરીદી લીધું તો બીજી તરફ કોરોના મહામારીને કરાણે મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યૂટી પર ભારે છૂટ આપી છે. અને તે માત્ર 3 ટકા રાખવામાં આવી છે. (PHOTO: @sunnyleone/Instagram)
સની લિયોનીનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં રિયાલિટી ટીવી શો 'સ્પ્લિટ્સવિલા'ની સીઝન 13ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ તે વિક્રમ ભટ્ટની નિર્માણાધીન વેબ સીરીઝ અનામિકાનું શૂટિંગ કરી રહી છે. આ વેબ સીરિઝમાં તે એક્ટ્રેસ સોનાલી સહગલની સાથે નજર આવશે. (PHOTO: @sunnyleone/Instagram)
31 માર્ચ છૂટનાં આખરી દિવસ હતો આ કારણે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે સનીલિયોને 28 માર્ચનાં જ રજિસ્ટ્રેશન કારવી લીધુ હતું. છૂટને કારમે એક્ટ્રેસને સ્ટેમ્પ ડ્યૂટીનાં રૂપમાં 48 લાખ રૂપિયા ચુકવવા પડ્યાં હતાં. (PHOTO: @sunnyleone/Instagram)