

બોલિવૂડમાં સૌથી ક્યૂટ બાળક હોય તો તૈમૂરનું નામ સૌ કોઇ લે છે. પણ હાલમાં કોઇ બાળકની ક્યૂટનેસ પર બધા ફિદા થયા હોય તો તે છે સની લિયોનનો દીકરો. સોશિયલ મીડિયા પર સનીનાં દીકરાની તસવીરો ખુબજ ઝડપથી વાયરલ થઇ રહી છે. (Image: Viral Bhayani)


હાલમાં જ સની તેનાં દીકરાને લઇને નીકળી તો સૌ કોઇ જોતા રહી ગયા. સનીને નહીં પણ તેનાં દીકરાને... આ તસવીરો સનીનાં દીકરાની પ્લે સ્કલૂનાં બહારની છે. આ સમયે સનીએ દીકરાને મીડિયાથી રુબરુ પણ કરાવ્યો હતો.


તો બીજા દિવસે સની મુંબઇનાં જુહુ વિસ્તારમાં દીકરા સાથે એન્જોય કરતી જોવા મળી હતી. (Image: Viral Bhayani)


આપને જણાવી દઇએ કે સની લિયોન ત્રણ બાળકોની માતા છે. તેણે વર્ષ 2017માં એક દીકરીને દત્તક લીધી હતી. જેનું નામ નિશા છે. (Image: Viral Bhayani)


વર્ષ 2018માં સની સરોગસી દ્વારા બે બાળકોની માતા બની. આ બંને બાળકોમાં એકનું નામ અશર છે અને બીજાનું નોઆ વેબર છે. સની તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેનાં બાળકોની તસવીરો અવાર નવાર શેર કરતી રહે છે. (Image: Viral Bhayani)