Home » photogallery » મનોરંજન » એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

Sunny Deol Rejected These 10 films: સની દેઓલે 10 ફિલ્મોને રિજેક્ટ ન કરી હોત તો તેની કારકિર્દી આકાશને આંબી ગઈ હોત. તેની એક ભૂલને કારણે આ 10 ફિલ્મો બીજાના હાથમાં આવી ગઈ હતી અને પાછળથી સફળ પણ રહી હતી.

  • 111

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    ધર્મેન્દ્રના દીકરા સની દેઓલનું નામ બોલિવૂડના તે દિગ્ગજ કલાકારોમાં લેવામાં આવે છે, જેમણે પોતાના દમદાર અભિનયના દમ પર સફળ કારકિર્દી બનાવી હોય અને પોતે સફળ સાબિત થયા છે. પણ આજે તમને જણાવીએ કે જો તેણે તે 10 ફિલ્મોને રિજેક્ટ ન કરી હોત જે તેની રિલીઝ પછી બોક્સ ઓફિસ પર હિટ રહી હતી તો તેની કારકિર્દી આકાશને આંબી ગઈ હોત. તેની એક ભૂલને કારણે આ 10 ફિલ્મો બીજાના હાથમાં આવી ગઈ હતી અને પાછળથી સફળ પણ રહી હતી. તો આવો, અમે તમને તે ફિલ્મો વિશે જણાવીએ

    MORE
    GALLERIES

  • 211

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    દિવાનાઃ વર્ષ 1992માં દિગ્દર્શક રાજ કંવરની આ સુપરહિટ ફિલ્મથી શાહરૂખ ખાનની કિસ્મત ચમકી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં ઋષિ કપૂરનું પાત્ર સૌપ્રથમ સની દેઓલને ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે તે સમયે આ ફિલ્મને ફગાવી દીધી હતી. કહેવાય છે કે એ દરમિયાન સની બીજી એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. અને તેથી જ તેણે આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. પાછળથી આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

    MORE
    GALLERIES

  • 311

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    ત્રિમૂર્તિ: મુકુલ એસ આનંદ દ્વારા દિગ્દર્શિત આ 1995 ની ફિલ્મ સુભાષ ઘાઈ દ્વારા બનાવવામાં આવી હતી અને તેમાં જેકી શ્રોફ, અનિલ કપૂર અને શાહરૂખ ખાન જેવા મોટા ગજાના કલાકારો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં અનિલ કપૂરનો રોલ પહેલા સની દેઓલને ઑફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે પણ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. અને  આ ફિલ્મ પણ બીજા ત્રણેય હીરોને લઈને લોકો આજે પણ યાદ કરે છે.

    MORE
    GALLERIES

  • 411

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    કોયલા: તો 1997માં રાકેશ રોશન દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, જેમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન પહેલા આ ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મ માટે સની દેઓલનો સંપર્ક કર્યો હતો, પરંતુ સનીને આ ફિલ્મની સ્ટોરી પસંદ ન આવી, ત્યારબાદ આ ફિલ્મ શાહરૂખના ખોળામાં આવી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 511

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    જાનવરઃ 1999માં સુનીલ દર્શન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ખિલાડી અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતો. કહેવાય છે કે આ ફિલ્મ માટે મેકર્સે પહેલા સની દેઓલનો પણ સંપર્ક કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સનીએ આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી હતી કારણ કે તેણે તેની ફિલ્મ 'જીત'માં આ પ્રકારનું પાત્ર કર્યું હતું. અને તેને રિપીટ કરવું નહોતું જેથી બાદમાં અક્ષય કુમારે આ રોલ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 611

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    લાલ બાદશાહ:  1999ની દિગ્દર્શક કેસી બોકાડિયાની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા, પરંતુ આ ફિલ્મ સૌપ્રથમ સની દેઓલને ઓફર કરવામાં આવી હતી. કહેવાય છે કે કોઈ કારણસર સની આ ફિલ્મ ન કરી શક્યો તો આ ફિલ્મ અમિતાભ બચ્ચન પાસે ગઈ. આજે પણ આ ફિલ્મ ટેલીવિઝન પર ખૂબ જોવાય છે.

    MORE
    GALLERIES

  • 711

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    બાદલ:  2000માં આવેલી નિર્દેશક રાજ કંવરની આ ફિલ્મમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે પહેલા સનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તે વ્યસ્ત હોવાથી તેની પાસે તારીખોનો અભાવ હતો, તેથી તેણે આ ફિલ્મ માટે ડિરેક્ટર અને મેકર્સને તેના ભાઈ બોબીનું નામ સૂચવ્યું અને આ રીતે ફિલ્મ બોબીને હિટ થઈ અને તેના ભાઈ બોબીને ઘણી ક્રેડિટ મળી હતી.

    MORE
    GALLERIES

  • 811

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    પુકારઃ 2000માં બનેલી દિગ્દર્શક રાજકુમાર સંતોષીની આ ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં હતા. કહેવાય છે કે આ ફિલ્મમાં સની દેઓલની એન્ટ્રી પણ થવાની હતી, પરંતુ ડાયરેક્ટર સાથેના કેટલાક વિવાદને કારણે સનીએ આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી.

    MORE
    GALLERIES

  • 911

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    લજ્જાઃ વર્ષ 2001માં રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં સની દેઓલ પણ જોવા મળવાનો હતો. મેકર્સે પહેલા આ ફિલ્મમાં અજય દેવગનના રોલ માટે સની દેઓલનો સંપર્ક કર્યો હતો, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે સનીએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી,  જેના કારણે આ ફિલ્મ અજય દેવગન પાસે ગઈ હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર, અજય દેવગન અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ અભિનેતાઓ હતા.

    MORE
    GALLERIES

  • 1011

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    કેસરી: વર્ષ 2019માં આવેલી ડિરેક્ટર અનુરાગ સિંહની આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ અક્ષય પહેલા સની દેઓલને ઓફર કરવામાં આવી હતી, પરંતુ સની દેઓલ આ ફિલ્મની વાર્તામાં કેટલાક ફેરફારો કરવા માંગતો હતો, જેને મેકર્સે ના પાડી દીધી હતી, ત્યારબાદ સનીએ પણ પોતે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી અને પછી આ ફિલ્મમાં અક્ષય કુમાર પાછો ફર્યો હતો.ફિલ્મ પાછળથી દર્શકો અને વિવેચકોને પણ ખૂબ પસંદ પડી હતી.

    MORE
    GALLERIES

  • 1111

    એક જ ભૂલના કારણે સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ 10 જોરદાર ફિલ્મો, જાણીને થશે અફસોસ

    સમ્રાટ પૃથ્વીરાજઃ  હજુ તાજેતરમાં જ 2022માં આવેલી ચંદ્રપ્રકાશ દ્વિવેદીની આ ફિલ્મ માટે એવું કહેવાય છે કે મેકર્સે સૌપ્રથમ સની દેઓલનો સંપર્ક કર્યો હતો, પરંતુ જ્યારે યશ રાજ ફિલ્મ્સે ફિલ્મના નિર્માણ માટે પ્રવેશ કર્યો ત્યારે સની દેઓલનું નામ કેન્સલ કરવામાં આવ્યું હતુ. તેણે પોતે પણ કોઈ રસ ન બતાવતા આ ફિલ્મમાંથી પોતાને બહાર કરી દીધો.

    MORE
    GALLERIES