સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ સોમવારે જ તેના ક્રિકેટર બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે લગ્ન કરી લીધા છે. અથિયા-કેએલ રાહુલના વેડિંગ ફોટોઝ અને લવ બર્ડ્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંનેએ તેમના લગ્નને છેલ્લે સુધી ગુપ્ત રાખ્યા હતા અને લગ્નની વિધિ પૂરી થયા બાદ જ આ કપલ એકબીજાનો હાથ પકડીને મીડિયાની સામે પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અથિયા-કેએલ રાહુલની લવ-સ્ટોરી ચર્ચામાં પણ રહી છે, પરંતુ અથિયાના માતા-પિતા એટલે કે માના શેટ્ટી અને સુનીલ શેટ્ટીની લવ સ્ટોરી પણ એક સમયે ઓછી ચર્ચામાં ન હતી. કારણ કે, બોલિવૂડ એક્ટર સુનિલે ગુજરાતી મુસ્લિમ પરિવારની માના કાદરી સાથે લગ્ન કર્યા હતા. (ફોટો સૌજન્ય: Instagram: @suniel.shetty)