કોમેડી કિંગ કપિલ શર્માનાં સૌથી ખાસ સાથી સુનીલ ગ્રોવર સ્ટાર પ્લસનાં શો 'કાનપુર વાલે ખુરાનાઝ'થી ટીવી પર કમબેક કરી ચુક્યો છે. ગત વર્ષે માર્ચ મહિનાનાં અંતમાં ફ્લાઇટમાં થયેલી લડાઇ બાદ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર અલગ થઇ ગયા હતાં. બંનેનાં ફેન્સ તેમને સાથે જોવા માટે તલપાપડ છે. એવામાં એવી ખબર આવી છે કે, સલમાન ખાનને કારણે કપિલ ની સાથે સુનીલ ગ્રોવર 'ધ કપિલ શર્મા શો'ની સેકેન્ડ સિઝનમાં દેખાશે.
પંજાબ કેસરીને આપેલા એક ઇન્ટરવ્યુંમાં સિદ્ધુએ કહ્યું કે, કપિલને તે તેમનો દીકરો માને છે. અને તે તેનાં માટે કંઇ પણ કરી શકે છે. તેણે કહ્યું કે, કપિલ ખરાબ સમયમાંથી પસાર થયો છે. જ્યારે તેને કપિલ અને સુનીલનાં ઝઘડાં અને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, બંને તેમનાં ખુબજ નિકટ છે. તે આ બંનેને સાથે જોવા માંગે છે.
સુનીલ કપિલનાં શો પર પરત આવશે કે કેમ તે પ્રશ્નનો જવાબ આપતાં સિદ્ધુએ કહ્યું કે, સુનીલને જોતે આ વાતનો અહેસાસ થશે. અને જ્યારે આમ થશે ત્યારે તે અને કપિલ તેનો ખુલા દિલે સ્વાગત કરશે. એટલું જ નહીં આ વખતે સુનીલને વધુ ઇજ્જત આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બંને તેમનાં દિલની ખુબજ નજીક છે. તે હમેશાં ઇચ્છે છે કે તેઓ ફરી એક થઇ જાય.