

ધ કપિલ શર્મા શો ભલે આજે ફરી એક વખત પોતાનું સ્થાન જમાવવામાં અને લોકોને હસાવવામાં કામયાબ થઇ ગયો હોય. પણ તેનાં ગોલ્ડન ડેઝની વાત આવે તો શોનાં જુના દિવસો જ યાદ આવે. જેમાં સુનિલ ગ્રોવર એટલેકે ડૉક્ટર મશહૂર ગુલાટી અને રિન્કૂ ભાભીની એન્ટ્રી થતી. અને માહોલ એકદમ ખૂશ મિજાજ થઇ જતો.


ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની જોડી એવી હતી કે દર્શકોનું વિકઍન્ડ હસતાં હસતાં પસાર થતું. હવે સુનીલ ગ્રોવરે એક ટ્વિટ કરી છે. જે જોઇને એવું લાગે છે કે તે કપિલ શર્મા શોમાં વાપસી કરવાની તૈયારી છે.


કપિલ અને સુનીલનો ઝઘડો ઘણાં મહિનાઓ સુધી ચર્ચામાં રહ્યો. તેમનાં કરોડો ફેન્સ ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુએ સુનીલને શો પર પરત આવવાં રિક્વેસ્ટ કરી હતી. પણ સુનીલે શો છોડ્યો તે બાદ તે પરત ન આવ્યો. હવે તેણે જે ટ્વિટ કર્યું છે તે જોઇને લાગે છે કે સુનીલ શોમાં પરત આવે તેની શક્યતાઓ પ્રબળ છે.


સુનીલે ટ્વિટ કરીને લખ્યુ છે કે, 'બધુ જ મળી જાય છે, કંઇ હમેશાં માટે કાયમ નથી રહેતું. તેથી હમેશાં બીજાનાં આભારી રહો. આ મૂળ મંત્ર છે. અને હાં... ખૂબ હસો.. બાકી.. મેરે હસબન્ડ મુજકો....' સુનિલને આ ટ્વિટથી તેનાં ફેન્સમાં એવી વાતો થવા લાગી છે કે, સુનીલ શોમાં પરત ફરી શકે છે.


સુનીલની આ ટ્વિટ પર એક ફેને કમેન્ટ કરી છે કે, 'સુનીલ ગ્રોવર સર, આપનાં એક્ટ્સ અમે ખુબજ મિસ કરીએ છીએ. 'એસા કૌન કરતાં હૈ ભાઇ', 'કૈસા લગા મેરા મજાક', 'પિયર નહીં કરતે..'


તો અન્ય એક યૂઝરે લખ્યું કે, 'ભાઇ આપ અને કપિલ શર્માની જોડી મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસ જેવી છે. જેણે કરોડો દિલો પર રાજ કર્યુ છે. પણ બંને એક જ મંચ પર સહજ અનુભવતા નથી.' અન્ય એક યૂઝર લખે છે કે, 'આવી જીઓ હવે કપિલ શર્મા શોમાં. ડૉક્ટર સાહેબ. આપની અને કપિલની તૂ તૂ મેં મેંમાં ખુબજ મજા આવે છે.'


આપને જણાવી દઇએ કે, ફ્લાઇટમાં થયેલાં એક ઝઘડા બાદ સુનીલ ગ્રોવર ઘણો જ આહત થયો હતો. અને તેણે ધ કપિલ શર્મા શો છોડી દીધો હતો. ખબર એવી હતી કે, તે સમયે કપિલ શર્માએ ફ્લાઇટમાં નશો કર્યો હતો અને તેણે સુનીલ પર જૂતુ ફેક્યું હતું.


સુનીલ ગ્રોવરનાં ગયા બાદ શોની TRP ડાઉન થઇ ગઇ હતી. અને શો બંધ કરવાનો વારો આવ્યો હતો. તે સમયે કપિલ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. જેને કારણે શો બંધ કરવો પડ્યો હતો. જે બાદ એક વર્ષનાં અંતરાલ બાદ ફરી એક વખત કપિલ શર્મા શો શરૂ કરવામાં આવ્યો. અને ટીવી પર કપિલ શર્મા શોની વાપસી થઇ.