એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કપિલ શર્મા (Kapil Sharma)નાં શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ' (Comedy Night With Kapil) અને ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં નજર આવી ચુકેલી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)એ હાલમાં જ એક ફોટો શેર કર્યો છે અને તેની પર્સનલ લાઇફ અંગે ચોકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, તે બેરોજગાર છે અને હાલમાં સ્ટેજ ફોર એન્ડોમેટ્રિયોસિસથી પિડાઇ રહી છે.
સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)એ ઓન સ્ક્રીન કપિલ શર્મા (Kapil Sharma)ની પત્નીનું કિરદાર અદા કરે છે. તો હાલમાં તે 'કપ્પૂ'ની 'સરલા' છે તો ક્યારેક શોમાં 'મંજૂ' તો ક્યારેક 'ભૂરી' બનીને લોકોને હસવા મજબૂર કરે છે. કપિલે ભલે ગિની ચતરથ (Ginni Chatrath) સાથે લગ્ન કર્યા હોય. પણ ઘણાં લોકો તેને કપિલની પત્ની માને છે. આ વાતનો ખુલાસો સુમોનાએ કર્યો છે.
સુમોનાએ જણાવ્યું કે, ખુદ કપિલ શર્માનાં લગ્નમાં બે મહિલાઓ આવીને તેને વધામણીઓ આપે છે. 'કોન્ગ્રેચ્યૂલેશન્સ' જેને સાંભળીને સુમોના ચોકી ગઇ હતી. ઇન્ટરવ્યૂમાં હોસ્ટે જ્યારે તેને પુછ્યું કે, તે કેટલાં સમયથી કપિલની સાથે છે. તો સુમોના કહે છે કદાચ વર્ષ 2014થી.. કદાચ એટલે જ લોકો માને છે કે મારી તેનાં લગ્ન થઇ ગયા છે. અહીં સુધી કે કેટલાંક તો માને છે કે, કપિલનાં લગ્નમાં કેટલાંક લોકો મને વધામણાં આપતાં હતાં.