ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)ની ભૂરી એટલે કે મંજૂ એટલે કે સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)એ લોકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી છે. કપિલના શોમાં તે લોકોને હસાવતી હોય છે. પણ ગત ઘણાં સમયથી તે ટીવી પરથી ગૂમ છે. તેણએ હાલમાં જ તેનાં બેરોજગારી અંગે અને છેલ્લા દસ વર્ષથી તે એક બીમારીથી પિડાય છે જેનાં તે સ્ટેજ ચાર પર છે તે અંગે જણાવ્યું છે. PHOTO- @sumonachakravarti/Instagram
સુમોનાએ વધુમાં કહ્યું કે, આ બધી વાતો જણાવવું મારા માટે સહેલું નથી. પણ જો આ પોસ્ટ કોઇનાં ચહેરા પર મુસ્કાન કે કોઇ પ્રકારે પ્રેરિત કરી શકે છે. તો મારા માટે આ ઘણું છે. કોઇને કોઇ જીવનમાં કોઇને કોઇ મુશ્કેલીથી લડે છે. જરૂરી છે કે, પ્રેમ, સદ્ભાવના અને દયાળુતા વ્યક્તિનાં વ્યવહારથી ન જવી જોઇએ. PHOTO- @sumonachakravarti/Instagram