Home » photogallery » મનોરંજન » 'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

અભિનેત્રી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઇ હતી. જ્યાં તેણે કેટલાક ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. જે પૈકી અમુક શોકિંગ નિવેદનો જાણીને તમે પણ ચોંકી જશો.

  • 18

    'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

    બોલિવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝ તેની પર્સનલ લાઈફને લઈને હાલ ખૂબ ચર્ચામાં રહે છે. તેમા પણ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ અભિનેત્રીની મુશ્કેલીઓ વધી રહી છે. એટલું જ નહીં બોલિવૂડની ગલિયારોમાં બંનેના રિલેશનશિપને લઇને પણ રોજ નવી અફવાઓ ઉડતી રહે છે.

    MORE
    GALLERIES

  • 28

    'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

    ત્યારે તાજેતરમાં જ આ અભિનેત્રી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઇ હતી. જ્યાં તેણે કેટલાક ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. જે પૈકી અમુક શોકિંગ નિવેદનો જાણીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ કોર્ટમાં શું બોલી જેક્લિન ફર્નાન્ડીઝ-

    MORE
    GALLERIES

  • 38

    'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

    જયલલિતા અને સુકેશ વચ્ચે સંબંધ : જેક્લિને કહ્યું કે સુકેશે પોતાની ઓળખ સન ટીવીના માલિક તરીકે આપી હતી. આ સાથે જ તેણે કહ્યું હતું કે, તમિલનાડુના પૂર્વ સીએમ જે જયલલિતા તેમની કાકી થાય છે.

    MORE
    GALLERIES

  • 48

    'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

    બંને વચ્ચે ક્યારે થઇ છેલ્લી વાતચીત : અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, તેણી અને કોનમેન સુકેશ છેલ્લે 8 ઓગસ્ટ, 2021ના રોજ એક કોલ પર વાતચીત થઇ હતી. તે દિવસ પછી તેણે તેનો સંપર્ક ક્યારેય કર્યો ન હતો.

    MORE
    GALLERIES

  • 58

    'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

    સુકેશ અને પિંકી કરવા માંગતા હતા છેતરપિંડી : જેક્લિને જણાવ્યું હતું કે સુકેશ અને પિન્કી હંમેશાં તેને છેતરવાનો ઇરાદો ધરાવતા હતા. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે પિંકી સુકેશ વિશે બધું જ જાણે છે પરંતુ તેણે ક્યારેય તેનો ખુલાસો કર્યો નથી.

    MORE
    GALLERIES

  • 68

    'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

    જેક્લિન-સુકેશ વચ્ચે સંબંધ : ઈડીની પૂછપરછમાં જેક્લિને સ્પષ્ટતા કરી છે કે તેની અને સુકેશ વચ્ચે કોઈ સંબંધ નથી. ઈડીએ પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે જેક્લિન ઠગ સુકેશ પાસેથી કિંમતી ગિફ્ટ લેતી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સુકેશે શ્રીલંકામાં જેક્લિન માટે એક આલીશાન ઘર ખરીદ્યું હતું.

    MORE
    GALLERIES

  • 78

    'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

    સુકેશ પર લગાવ્યો ગંભીર આરોપ : ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર, જેકલીન ફર્નાન્ડિસે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટને જણાવ્યું હતું કે, કોનમેન સુકેશ ચંદ્રશેખરે તેનું જીવન નરક બનાવી દીધું છે. અભિનેત્રીએ કહ્યું, "તેણે મારી લાગણીઓ સાથે દગો કર્યો છે અને મારું જીવન નરક બનાવી દીધું છે."

    MORE
    GALLERIES

  • 88

    'મારું જીવન બરબાદ કરી નાંખ્યું,' જેક્લિને કોર્ટમાં ઠગ સુકેશ પર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આક્ષેપો

    ઠગ સુકેશ જેક્લિનનો ડ્રિમ બોય! : એવા અહેવાલો આવ્યા હતા કે, જેક્લિન પણ સુકેશ સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, સુકેશ જેક્લિનનો ડ્રીમ બોય છે.

    MORE
    GALLERIES