

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્ટાર પ્લસ પર નવાં શરૂ થયેલાં શો ઇમલીની લિડ એક્ટ્રેસ કોણ છે તે અંગે સૌને સવાલ થઇ રહ્યો છે તો તે એક્ટ્રેસ કોણ છે તેનું શું નામ છે અને આ પહેલાં તમે તેને ક્યાં જોઇ ચુક્યા છો તે પણ અમે તમારા માટે શોધીને લાવ્યાં છીએ.


ઇમલીનું રિઅલ નામ 'સુમબુલ તૌકિર ખાન' છે. અને તમે તેને આ પહેલાં ધ્વની ભાનુશાલીનાં હિટ સોન્ગ 'વાસ્તે'માં જોઇ ચુક્યા છો. તે આ સોન્ગમાં ધ્વનીની ફ્રેન્ડનાં રોલમાં નજર આવી હતી. અને તે તેની સાથે સ્ટેજ પર પણ પરફોર્મ કરે છે. (PHOTO: YouTube)


સુમબુલ છેલ્લાં ઘણાં સમયથી ઇન્ડસ્ટ્રીમાં નાના મોટા રોલ કરી રહી છે. અને હવે તેને લિડ એક્ટ્રેસનો રોલ મળી ગયો છે. સુમબુલ વાસ્તે.. જેવાં પોપ્યુલર ચાર્ટબસ્ટર સોન્ગનો ભાગ છે. (PHOTO: YouTube)


ચાલો ત્યારે આપણે આશા કરીએ કે, સુમબુલનો આ નવો પ્રોજેક્ટ જેમાં તે લિડ રોલમાં જોવા મળે છે તેમાં તેને સફળતા મળે. અને 'ઇમલી' શો દર્શકોને પસંદ આવે. (PHOTO: YouTube)


આ તમામ તસવીરો 'વાસ્તે' સોન્ગનાં યુટ્યુબ પરથી સ્ક્રિન શોટ્સ લઇને લેવામાં આવી છે. (PHOTO: YouTube)