

સ્ટાર પ્લસ (Star Plus) ચેનલ પર આવતી અનુપમા (Anupama) સીરિયલ આજકાલ તેની સફળતાને લઈને ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, આ શોની TRP સૌથી વધુ છે. જેને લઈને શોના સેટ પર હવનનું આયોજન કરાયું હતું. જેમાં અનુપમાની આખી ટીમ હાજર રહી હતી. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.


આ સીરિયલની કહાનીમાં અનુપમાની ભૂમિકા નિભાવતી રૂપા ગાંગુલીએ દર્શકોના દિલ જીતી લીધા છે. આ સિરિયલની વાર્તા એક મહિલાની આસપાસ ફરે છે, જે પોતાના પરિવારની સંભાળ રાખવામાં પોતાની જાતને ભૂલી ગઇ હતી.


ત્યારે દર્શકોને હવે આ સીરિયલમાં નવા ટ્વીસ્ટ જોવા મળશે. કાવ્ય સાથે થયેલી લડાઈ બાદ પાખી ગુસ્સામાં ઘર છોડીને જતી રહે છે. જે બાદ વનરાજ અને અનુપમા તેને ઘરે લઇ આવે છે અને બા તેમને બંનેને ફરી એકવાર સાથે રહેવા કહે છે.


આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે, વનરાજ અનુપમાને ડૉક્ટર પાસે લઇ જાય છે. ડૉક્ટર કહે છે કે, પાખીને તમારા બંનેનું અલગ થવું નથી ગમતું. ત્યારે અનુપમા કહે છે કે, 'તમે એમ કહેવા માંગો છો કે, અમારે અલગ ન થવું જોઈએ.' તો બીજી તરફ સમર પણ પરત આવી જાય છે.