એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિકિની તસવીરો માટે ટ્રોલ થઇ ચુક્યા છે આ સ્ટારકિડ્સ (Star Kids) - ફિલ્મી સિતારોની દુનિયા આપણાં લોકોથી ઘણી અલગ હતી. આ કારણ છે કે આ સિતારોનાં બાળકો પણ સામાન્ય ભારતીય બાળકો કરતાં ઘણી અલગ જ રંગીન દુનિયામાં જીવતા હોય છે. ઘણા સ્ટાર્સ સોશિયલ મીડિયા (Social Media) પર કંઇપણ અપડેટ કરે કે તેઓ સેંશેશન બની જાય છે. એમાં પણ સેલિબ્રિટીઝની દીકરીઓ જો બિકીની ફોટા (Bikini Photo) શેર કરે તો ખલબલી મચી જતી હોય છે. અને તેઓ ટ્રોલ્સનો શીકાર થઇ જતાં હોય છે. આમિર ખાનની (Aamir Khan) દીકરી ઇરા ખાનથી (Ira Khan) લઈને અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) સુધી, આ સ્ટારકિડ્સ હંમેશા તેમની બિકીની તસવીરોથી લોકોને દંગ કરે છે. અહીં જુઓ તસવીરો
ઇરા ખાન (Ira Khan) આમિર ખાનની દીકરી ઇરા ખાને તેનો 25મો જન્મદિવસ પૂલમાં પાર્ટી કરીને સેલિબ્રેટ કર્યો હતો. અહીં, ઇરા ખાને તેના પિતા આમિર ખાન, મમ્મી રીના દત્તા અને ભાઈ આઝાદ રાવ ખાન સાથે બિકીની પહેરેલી નજર આવી હતી. અને તેને જન્મ દિવસની કેક કાપતી તસવીરો શેર કરી છે. જે બાદ ઇરા ખાન તેના જન્મદિવસ પર ટ્રોલના નિશાના પર આવી અને ઇન્ટરનેટ યુઝર્સે તેને ખરાબ રીતે ટ્રોલ કરી.