Photos: રાજામૌલીની મૂવી 'RRR'નો ફર્સ્ટ લૂક જાહેર, NTR, અજય દેવગણ, આલિયા ભટ્ટ પણ કરશે રોલ
બાહુબલીનાં નિર્દેશક એસ એસ રાજામૈલી (SS Rajamouli)ની અપકમિંગ ફિલ્મનું નામ આરઆરઆર (RRR), આ ફિલ્મમાં જૂનિયર NTR, રામ ચરણ (Ram Charan), અજય દેવગણ (Ajay Devgan), આલિયા ભટ્ટ (Ali Bhatt), ઓલિવિયા મોરિસ (Olivia Morris) અને ઘણાં અન્ય કલાકાર આ ફિલ્મમાં મહત્વનાં પાત્રમાં નજર આવશે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બાહુબલીનાં નિર્દેશક એસએસ રાજામૌલી (SS Rajamouli)ની અપકમિંગ ફિલ્મ આરઆરઆર (Roudram Ranam Rudhiram) છે. દર્શક આ ફિલ્મથી બાહુબલી જેવાં મનોરંજનની આશા રાખી રહ્યાં છે તેથી આ ફિલ્મની રિલીઝનો ઇન્તેઝાર થઇ રહ્યો છે.


NTR, એસએસ રાજામૌલી અને રામચરણ તેજની ફિલ્મ આરઆરઆરનો એક વિશેષ વીડિયો 22 ઓક્ટોબરનાં રિલીઝ કરવામાં આવ્યો. આ વીડિોયમાં NTRનાં પાત્રનું પરિચય આપવામાં આવ્યું છે.


લોકડાઉનનાં કારણે પહેલાં આ વીડિયો જાહેર કરવામાં આવ્યો નહતો. પણ હવે જ્યારે આ વીડિયો જાહેર થઇ ગયો છે તો આ ફિલ્મમાં જૂનિયર NTR ભીમનાં રોલમાં નજર આવશે. આરઆરઆરનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તેનો પહેલો લૂક રિલીઝ થઇ ગયો છે, જે ખાસ ઇન્ટેન્સ દમદાર નજર આવી રહે છે.


ફિલ્મમાં આરઆરઆર (Roudram Ranam Rudhiram)માં જૂનિયર NTRનો ફર્સ્ટ લૂક જોવા માટે તેનાં ફેન્સ ગત પાંચ મહિનાથી આ વીડિયોની રાહ જોઇ રહ્યાં હતાં. ફિલ્મમાં જૂનિયર એનટીરઆર (Jr. NTR), રામ ચરણ (Ram Charan), અજય દેવગણ (Ajay Devgn), આલિયા ભટ્ટ (Alia Bhatt), ઓલિવિયા મોરિસ (Olivia Morris) અને અન્ય ઘણાં કલાકાર ભૂમિકા અદા કરી રહ્યાં છે .


ફિલ્મમાં જૂનિયર NTRની ભૂમિકા અંગે જણાવતો વીડિયો ગુરૂવારે તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે.