કેરળમાં પોતાની સૂઝબૂઝને કારણે જાણીતા DGP અને IPS અધિકારી રિષિરાજ સિંહે એક ચોકાવનારો દાવો કર્યો છે. તેમણે તેમનાં એખ મિત્રનાં હવાલાથી આ દાવો કર્યો છે કે, તેમનાં મિત્ર ડો. ઉમાદથન ભારતનાં જાણીતા ફોરેન્સિક સર્જન હતાં. ઉમાદનને ક્રાઇમ કેસ અને ખાસ કરીને મર્ડર મિસ્ટ્રી ઉકેલવાનાં ઉસ્તાદ માનવામાં આવે છે. કેરળ પોલીસે જ્યારે ઘણાં સમયે મર્ડર કેસ ઉકલેવામાં થાકી જતો તો તેઓ ઉમાદથનને બોલાવતા. ફોરેન્સિંકનાં વિદ્વાન ડો. ઉમાદથનને મર્ડર મિસ્ટ્રી કેસ ઉકેલવાની કાબેલિયત કેરળ સરકાર પણ માને છે.
હવે IPS અધિકારીએ આ ક્રાઇમ કેસ માસ્ટરે શ્રીદેવીની મોત પર ચોકાવનારો ખુલાસો કર્યો છે. ન્યૂઝ એજન્સી UNIની એક ખબર પ્રમાણે રિશિરાજ સિંહે કહ્યું કે, 'મે જિજ્ઞાસાવશ મારા મિત્ર ડો ઉમાદથનને શ્રીદેવીનાં મોત અંગે પુછ્યુ હતું. પણ તેનાં જવાબે મને હચમચાવી દીધો છે. તેણે મને કહ્યું કે, તે આ આખા કેસને ખુબજ નજીકથી સ્ટડી કરી રહ્યો હતો. આ કેસમાં રિસર્ચ સમયે તેને ઘણી પરિસ્થિતિઓ એવી બનતી વિચારી કે જેનાંથી સ્પષ્ટ થઇ રહ્યું હતું કે, આ એક એક્સિડન્ટથી થેયલું મોત નથી. અહીં સુધી કે રિસર્ચ દરમિયાન ઘણાં પૂરાવા પણ જોવા મળ્યાં, જેનાંથી શ્રીદેવીનું મોત મર્ડર છે તેવી સંભાવના બને છે.'
DGPએ લખ્યો છે દોસ્તની મોત પર આર્ટિકલ- અસલમાં DGP રિશિરાજ સિંહે તેનાં મિત્ર ડો. ઉમાદથનની મોત પર એક લેખ લખ્યો છે. તેમાં તેણે તેનાં મિત્રની અપરાધ અને મર્ડર મિસ્ટ્રીને લઇને ચોકાવનારી સમજણનો ઉલ્લેખ કર્યો છે. તેમાં જ એક ખુણામાં તેણે તેનાં મિત્ર દ્વારા શ્રીદેવીની મોત પર આપેલાં નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. રિશિરાજ સિંહ લખે છે કે, 'મારા મિત્રએ મને કહ્યું કે, કોઇપણ નશામાં ધુત વ્યક્તિ કોઇપણ પરિસ્થિતિમાં ફક્ત એક ફૂટ ઉંડા બાથટબમાં ડૂબી શકે નહીં.'
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 24 ફેબ્રુઆરીનાં દુબઇની એક હોટલમાં શ્રીદેવીનું મોત થયુ હતું. ત્યારે તેની મોતનું કારણ એક દુર્ધટના ગણાવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, નશાની હાલતમાં બાથટબમાં ડૂબવાથી તેનું મોત થઇ ગયુ હતું. શ્રીદેવી ત્યાં મોહિત મારવાહનાં લગ્નમાં શામેલ થવા ગઇ હતી. પણ લગ્ન બાદ તે ત્યાં થોડા દિવસ રોકાઇ ગઇ હતી. તે દરમિયાન તેનો પતિ પણ ત્યાં પહોચ્યો હતો.
કોઇ અન્ય પણ હતું રૂમમાં?- જેલ DGPએ તેમનાં લેખમાં ક્રાઇમ કેસનાં જાણકાર મિત્રોનાં હવાલામાં લખ્યું કે, 'આ સંભવ નથી કે, કોઇ એક ફૂટ ઉંડા બાથટબમાં ડુબી જાય. મિત્રોએ કહ્યું કે, કોઇનાં દબાવ વગર કોઇ વ્યક્તિનાં દબાણનાં કોઇ વ્યક્તિનાં માથા કે પગ એક ફિટ ઉંડા બાથટબમાં ન ડુબો. મિત્રોનો દાવો હતો કે, કોઇએ તેનો બંને પગ પકડ્યો હતો તે બાદ તેનું માથું પાણીમાં ડુબાડ્યું હતું.'
શ્રીદેવીની મોત પર થયો વિવાદ, પૂરાવાનાં અભાવમાં ન માલૂમ પડ્યું કારણ- ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીનાં મોત બાદ દુબઇનાં પોલીસે લાંબી તપાસ હાથ ધરી હતી. પણ પૂરાવાનાં અભવાને કારણે તેનાં મોતનું ચોક્કસ કારણ માલૂમ થયુ ન હતું. તે બાદ મોતને ફક્ત એક્સિડન્ટ કહી દેવામાં આવ્યો હતો. આ મામલે આશરે દોઢ વર્ષ બાદ ડીજીપી રિશિરાજ સિંહે તેમનાં મિત્રનાં હવાલાથી લખવામાં આવેલા લેખથી ફરી વિવાદ વધાર્યો હતો.
જોકે ડીજીપીએ જે મિત્રનાં હવાલાનો દાવો કર્યો છે તે ગત બુદવારે 73 વર્ષની ઉંમરે કેરળનાં ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. કેરળ સરકારનાં સૌથી વિશ્વાસપાત્ર કેસ ઉકેલનારા ડોક્ટર હતાં. કેરળ સરકારે તેમના માટે અલગથી મેડિકો-લિગલ એડવાઇઝરનું પદ બનાવી તેમને સરકાર સાથે જોડ્યા હતાં. અહીંસ ુધી કે લીબિયાની સરકારે પણ તેમની ક્રાઇમ કેસમાં સહાયતા માંગી હતી
તેઓ ગુનાહિત કેસનાં ઉકેલમાં વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટે જાણીતા હતાં. તેમને ઘણાં અપ્રાકૃતિક મોતની તપાસ માટે કેરળ પોલીસને મદદ કરી હતી. તે ફોરેન્સિક મેડિસીનનાં વ્યાવહારિક તરીકે તપાસ કરતાં. તે ફોરેન્સિક મેડિસીન પોલીસનો ભાગ હતાં. તેમણે પોલીસ સર્જન તરીકે પણ બોલાવવામાં આવતા. તેમણે આ વિષય પર બૂક પણ લખી હતી.