Home » photogallery » મનોરંજન » PHOTOS: સાઉથની આ હિરોઈનના પ્રેમમાં પાકિસ્તાનનો ક્રિકેટર એટલો પાગલ થયો કે કિડનેપ કરવાનો બનાવ્યો હતો પ્લાન

PHOTOS: સાઉથની આ હિરોઈનના પ્રેમમાં પાકિસ્તાનનો ક્રિકેટર એટલો પાગલ થયો કે કિડનેપ કરવાનો બનાવ્યો હતો પ્લાન

બોલિવૂડથી લઈને સાઉથ સુધી પોતાની એક્ટીંગના દમ પર રાજ કરી ચુકેલી સોનાલી બેંદ્રે આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી. લોકો તેના લુક અને અદાના દીવાના છે. એક્ટ્રેસની ફેન ફોલોઈંગ દેશની સાથે સાથે બહાર પણ છે. ત્યાં સુધી કે પાકિસ્તાની ક્રિકેટર પણ તેના ફેન છે. એક ક્રિકેટર તો એટલો બધો દીવાનો હતો કે, તેણે તેનું કિડનેપ કરવાનું મન બનાવી લીધું હતું. તો આવો જાણીએ શું છે આ રસપ્રદ કિસ્સો...

विज्ञापन

  • 17

    MORE
    GALLERIES

  • 27

    સોનાલી બેંદ્રે 48 વર્ષની છે અને તેની પોપ્યુલારિટી આજે પણ કોઈનાથી ઉતરતી નથી. તેમના ચાહનારા લોકોની યાદી લાંબી છે. આમ તો તેનું નામ સુનીલ શેટ્ટી સહિત કેટલાય એક્ટર્સ સાથે જોડાઈ ચુક્યું છે, તેમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અખ્તર તેનો બહુ મોટો ફેન હતો.

    MORE
    GALLERIES

  • 37

    PHOTOS: સાઉથની આ હિરોઈનના પ્રેમમાં પાકિસ્તાનનો ક્રિકેટર એટલો પાગલ થયો કે કિડનેપ કરવાનો બનાવ્યો હતો પ્લાન

    પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર તેના માટે કોઈ પણ હદે જવા તૈયાર હતો. એક ઈન્ટરવ્યૂમાં ક્રિકેટરે તેના કિડનેપની વાત પણ કહી દીધી હતી. તેણે કહ્યું હતું કે, જો પ્રપોઝલ સ્વીકારશે નહીં , તો તે તેને કિડનેપ કરી લેશે. જો કે, આ વાત તેણે મજાકમાં કહી હતી.

    MORE
    GALLERIES

  • 47

    PHOTOS: સાઉથની આ હિરોઈનના પ્રેમમાં પાકિસ્તાનનો ક્રિકેટર એટલો પાગલ થયો કે કિડનેપ કરવાનો બનાવ્યો હતો પ્લાન

    આમ જોવા જઈએ તો, સોનાલી બેંદ્રેનું નામ કેટલાય એક્ટર્સ સાથે જોડાઈ ચુક્યું છે. પણ બાદમાં તેણે ડાયરેક્ટર ગોલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા હતા. તેમના લગ્ન 12 નવેમ્બર 2002ના રોજ થયા હતા. બંનેની મુલાકાત 1994માં થઈ હતી. ગોલ્ડી તેને ખૂબ પસંદ કરવા લાગ્યો હતો.

    MORE
    GALLERIES

  • 57

    PHOTOS: સાઉથની આ હિરોઈનના પ્રેમમાં પાકિસ્તાનનો ક્રિકેટર એટલો પાગલ થયો કે કિડનેપ કરવાનો બનાવ્યો હતો પ્લાન

    જ્યારે ગોલ્ડીએ સોનાલી સામે પોતાની દિલની વાત રજૂ કરી તો, તે ના પાડી શકી નહીં અને બંનેએ લગ્ન કરી લીધા. આ ઉપરાંત જો એક્ટ્રેસની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તેણે પોતાના કરિયરની શરુઆત હિન્દી ફિલ્મોથી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ 'આગ' હતી. જે 1994માં રિલીઝ થઈ હતી.

    MORE
    GALLERIES

  • 67

    PHOTOS: સાઉથની આ હિરોઈનના પ્રેમમાં પાકિસ્તાનનો ક્રિકેટર એટલો પાગલ થયો કે કિડનેપ કરવાનો બનાવ્યો હતો પ્લાન

    આ ઉપરાંત એક્ટ્રેસે સાઉથમાં પણ ઘણું કામ કર્યું છે. તેની સૌથી પહેલી તમિલ ફિલ્મ બોમ્બે હતી. તેમાં તેણે હુમ્મા હુમ્મા ગીતમાં સ્પેશિયસ અપીયરેંન્સ કર્યું હતું. તો વળી તમિલમાં તે Kadhalar Dhinam અને Kannodu Kanbathellam જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

    MORE
    GALLERIES

  • 77

    PHOTOS: સાઉથની આ હિરોઈનના પ્રેમમાં પાકિસ્તાનનો ક્રિકેટર એટલો પાગલ થયો કે કિડનેપ કરવાનો બનાવ્યો હતો પ્લાન

    સોનાલીએ તમિલ ઉપરાંત કન્નડ અને તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં તેમણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત કેટલીય ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.

    MORE
    GALLERIES