Home » photogallery » મનોરંજન » આ અભિનેતા સાથે લગ્ન કરવા તૈયાર છે બાહુબલીની અભિનેત્રી? વાયરલ ફોટો પરથી મળ્યો સંકેત, બંનેએ સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યું

આ અભિનેતા સાથે લગ્ન કરવા તૈયાર છે બાહુબલીની અભિનેત્રી? વાયરલ ફોટો પરથી મળ્યો સંકેત, બંનેએ સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યું

Is Tamanna Bhatia getting married? કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ દરમિયાન ફરી એકવાર બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા તેના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં આવી છે. પહેલા નવા વર્ષ પર અને હવે વેલેન્ટાઈન ડે પર, તમન્નાએ તેના નજીકના વ્યક્તિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે તેની સાથે લગ્ન કરવા તૈયાર છે. કારણ કે તાજેતરમાં જ આ કપલે સોશિયલ મીડિયા પર આડકતરી રીતે તેમના સંબંધોને સત્તાવાર બનાવી દીધા છે!

  • 16

    આ અભિનેતા સાથે લગ્ન કરવા તૈયાર છે બાહુબલીની અભિનેત્રી? વાયરલ ફોટો પરથી મળ્યો સંકેત, બંનેએ સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યું

    નોંધનીય છે કે તમન્ના ભાટિયાનો નવા વર્ષ પર અભિનેતા વિજય વર્મા સાથે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. ત્યારથી તેમના અફેરની ખબરો આવી રહી છે અને અત્યાર બન્ને કોઈ પણ પ્રકારે ખુલાસો કર્યો નથી.

    MORE
    GALLERIES

  • 26

    આ અભિનેતા સાથે લગ્ન કરવા તૈયાર છે બાહુબલીની અભિનેત્રી? વાયરલ ફોટો પરથી મળ્યો સંકેત, બંનેએ સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યું

    આ પછી તમન્ના ભાટિયાએ પણ વિજય વર્મા સાથે વેલેન્ટાઈન ડે વિતાવ્યો! આ માહિતી વિજયની એક પોસ્ટમાંથી પણ મળી હતી. કારણ કે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. જેમાં તેણે હૃદયનું ઇમોટિકોન બનાવ્યું હતું. ચાહકોએ તરત જ ફોટામાં તમન્નાના જેકેટને ઓળખી કાઢ્યું અને પુષ્ટિ કરી કે બંને એક કપલ છે.

    MORE
    GALLERIES

  • 36

    આ અભિનેતા સાથે લગ્ન કરવા તૈયાર છે બાહુબલીની અભિનેત્રી? વાયરલ ફોટો પરથી મળ્યો સંકેત, બંનેએ સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યું

    વિજયની ઇન્સ્ટા સ્ટોરી ત્યારથી વાયરલ થઈ છે, ઘણા ચાહકો અનુમાન પણ લગાવી રહ્યા છે કે આ એક સંકેત હોઈ શકે છે કે દંપતી તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ જવાની યોજના બનાવી રહ્યા હોય. રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ આ અફવાઓનું ખંડન કે પુષ્ટિ કરી નથી.

    MORE
    GALLERIES

  • 46

    આ અભિનેતા સાથે લગ્ન કરવા તૈયાર છે બાહુબલીની અભિનેત્રી? વાયરલ ફોટો પરથી મળ્યો સંકેત, બંનેએ સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યું

    આવી સ્થિતિમાં હવે ચાહકો અભિનેત્રીના સંબંધની સ્થિતિ વિશે વધુ સત્તાવાર માહિતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો પ્રમાણે કપલ લસ્ટ સ્ટોરીઝ 2 ના સેટ પર મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા પહેલા મિત્રો તરીકે શરૂઆત કરી હતી.

    MORE
    GALLERIES

  • 56

    આ અભિનેતા સાથે લગ્ન કરવા તૈયાર છે બાહુબલીની અભિનેત્રી? વાયરલ ફોટો પરથી મળ્યો સંકેત, બંનેએ સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યું

    જણાવી દઈએ કે, તમન્ના ભાટિયા પંજાબી સિંગર દિલજીત દોસાંજના મ્યુઝિક કોન્સર્ટમાં પણ સાથે જોવા મળી હતી. ભૂતકાળમાં પણ આ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 66

    આ અભિનેતા સાથે લગ્ન કરવા તૈયાર છે બાહુબલીની અભિનેત્રી? વાયરલ ફોટો પરથી મળ્યો સંકેત, બંનેએ સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યું

    આવી સ્થિતિમાં હવે ચાહકોને લાગે છે કે, તમન્નાને તેના સપનાનો રાજકુમાર મળી ગયો છે. જો કે આ પહેલા પણ બિઝનેસમેન અને ડોક્ટર સાથે અભિનેત્રીના લગ્નના સમાચાર આવી ચૂક્યા છે.

    MORE
    GALLERIES