નિશા નૂર એક સમયની ફેમસ એક્ટ્રેસ હતી. આ હિરોઇને તમિલ, તેલૂગુ, મલયાલમ અને કન્નડ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. 1980 ના દશકમાં હિરોઇને એની બોલ્ડ ભૂમિકાને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. આ અભિનેત્રીનો સુંદર ચહેરો, સફળ કેરિયરમાં ટોપ પર હતી. પરંતુ સમય જતા અભિનેત્રીના દિવસો એવા આવ્યા કે ફેન્સ પણ વિચારમાં પડી ગયા અને લાઇફ બદલાઇ ગઇ.
જ્યારે ઘણાં સમય સુધી નિશા નૂરને કોઇ કામ મળ્યુ નહીં અને એની લાઇફ સ્ટ્રગલ થતી ગઇ. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા હાર્ડ વર્કની જગ્યાએ શોર્ટકટનો રસ્તો પસંદ કર્યો. આ સમયે એવા સમાચાર સામે આવ્યા કે નિશાએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી કારણકે એને કોઇ મેકર ફિલ્મ આપી નહોતી. આ સ્થિતિમાં એની મજબૂરીમાં એક નિર્માતા દ્રારા એને વેશ્યાવૃતિમાં શામેલ થવા માટે મજબૂર કરવામાં આવી હતી. જો કે આ વાતની કોઇ પુષ્ટિ મળી નથી જેમાં કોઇ પ્રોડ્યુસર દ્ગારા એને ગંદા બિઝનેસમાં મોકલવામાં આવી હતી.
નિશા ગંદા ધંધામાં શામિલ થઇ હોવા છતા પણ રસ્તા પર રહેવા માટે મજબૂર થઇ હતી. નિશા રોડ પર ઊંઘતી હતી અને ત્યાં રહીને કામ કરતી હતી. એક દિવસ એ રસ્તા પર ઊંઘી રહી હતી ત્યારે એનું શરીર એક કંકાલ સ્વરૂપે જોવા મળ્યુ હતુ. આ સાથે એક તમિલ રાજનૈતિક એનજીઓ મુસ્લિમ મુનેત્ર કડગમ દ્રારા બચાવવામાં આવી હતી. આ સમયે લોકોએ એને ઓળખી નહીં અને પોલીસનો સંપર્ક કર્યો. પછી જાણ થઇ કે અભિનેત્રી એડ્સથી પીડિત છે અને એને પોતાને આ વિશે કોઇ જાણ થઇ ન હતી. ખરાબ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં એનું મોત થયુ હતુ. નિશાનું નિધન 2007માં થયુ હતુ.