તાજેતરમાં જ વિરલ ભાયાણીએ મહાલક્ષ્મી અને રવિન્દ્ર ચંદ્રશેખનની કેટલીક રસપ્રદ તસવીરો શેર કરી છે જે ઘણા ન્યૂઝમાં પણ વાઇરલ થઈ હતી. આ તસવીરો શેર કરીને ભાયાનીએ લખ્યું હતું કે, 'વી આર નોટ મેઇડ ફોર ઈચ અધર, વી આર મેડ ફોર ઈચ અધર!' મતલબ કે અમે એકબીજા માટે નથી બન્યા પરંતુ અમે એકબીજા માટે ક્રેઝી છીએ અથવા પાગલ છીએ. અને આ વાત સાચી પણ છે જે આ કપલની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી પણ સ્પષ્ટ થાય છે.
આ કપલની તસવીરો જોઈને ઘણા યુઝર્સ વાહિયાત વાતો લખી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે પૈસાથી બધું જ થઈ શકે છે તો કેટલાક અભિનેત્રીના પતિની સ્થૂળતાના કારણે તેની મજાક ઉડાવી રહ્યા છે. એકે લખ્યું, પૈસાની બાબતો છે બધી. અને એકે લખ્યું, મેં સાંભળ્યું છે કે પ્રેમ આંધળો હોય છે, પણ આજે મને ખબર પડી કે પ્રેમ જાડો હોય છે. તો જેઓ નથી જાણતા તેઓ પ્રોડ્યુસરને સરકારી નોકરી ધરાવતી વ્યક્તિ માની રહ્યા છે. તો એકે લખ્યું, હતું કે દેખ રહે હો બીનોદ? આ પ્ર્કરની કોમેન્ટ થઈ રહી છે.