Home » photogallery » મનોરંજન » સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

અમાલા પોલ સોમવારે મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી, પરંતુ તેને મંદિરના અધિકારીઓએ દર્શન કરવાથી ઇનકાર કરી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસને રીતિ-રિવાજોને હવાલો આપતા મંદિરમાં એન્ટ્રી કરતાં અટકાવવામાં આવી. તેને કહેવામાં આવ્યું કે ફક્ત હિંદુઓને જ મંદિરની અંદર જવાની પરવાનગી આપવામાં આવે છે.

विज्ञापन

 • 19

  સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ અમાલા પોલને એક મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી. એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે તેને કેરળના એર્નાકુલમમાં તિરુવૈરાનિકુલમ મહાદેવ મંદિરમાં અધિકારીઓ પ્રવેશતા રોકી હતી. અમાલા પોલનો આરોપ છે કે 'ધાર્મિક ભેદભાવ'ના કારણે તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો છે.

  MORE
  GALLERIES

 • 29

  સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  અમાલા પોલને મંદિરમાં ન મળી એન્ટ્રી : અમાલા પોલ સોમવારે મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી, પરંતુ તેને મંદિરના અધિકારીઓએ દર્શન કરવાથી રોકી હતી.

  MORE
  GALLERIES

 • 39

  સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  જણાવવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસને રીતિ-રિવાજોનો હવાલો આપતા મંદિરમાં એન્ટ્રી કરતાં રોકવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું કે ફક્ત હિંદુઓને જ મંદિર પરિસરમાં જવાની પરવાનગી આપવામાં આવે છે.

  MORE
  GALLERIES

 • 49

  સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  અમાલા પોલે દાવો કર્યો છે કે મંદિરમાં એન્ટ્રી ન મળવાના કારણે તેણે મંદિરની સામે રસ્તા પર ઉભા રહીને જ દેવીની એક ઝલક લેવી પડી. એક્ટ્રેસે મંદિરના વિઝિટર્સ રજીસ્ટરમાં પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે લખ્યું- દેવીના દર્શન ન કરીને પણ આત્માનો અનુભવ કર્યો.

  MORE
  GALLERIES

 • 59

  સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  એક્ટ્રેસે તેમ પણ લખ્યું, આ ખૂબ જ દુખદ અને નિરાશાજનક વાત છે કે 2023માં પણ ધાર્મિક ભેદભાવ હજુ પણ હાજર છે. હું દેવીના દર્શન તો ન કરી શકી પરંતુ દૂરથી પણ તેમની અનુભૂતિ કરી શકી.

  MORE
  GALLERIES

 • 69

  સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  મને આશા છે કે જલ્દી જ ધાર્મિક ભેદભાવમાં બદલાવ આવશે. તે સમય પણ આવશે જ્યારે આપણને બધાને ધર્મના આધારે નહીં પરંતુ એકસમાન ટ્રીટ કરવામાં આવશે.

  MORE
  GALLERIES

 • 79

  સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  અધિકારીઓએ કહી આ વાત : આ મામલે મંદિર પ્રશાસન સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે તેમણે ફક્ત મંદિરના નિયમોનું પાલન કર્યુ છે. મંદિર ટ્રસ્ટના સચિવ પ્રસૂન કુમારે કહ્યું, એવું નથી કે અન્ય ધર્મોના હિંદુ અનુયાયી મંદિર નથી આવી રહ્યા. પરંતુ કોઇ નથી જાણતું કે જ્યારે કોઇ સેલેબ્રિટી આવે છે તો મોટો વિવાદ ઉભો થઇ જાય છે.

  MORE
  GALLERIES

 • 89

  સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  કોણ છે અમાલા પોલ? : અમાલા પોલ સાઉથની ફેમસ એક્ટ્રેસ છે. તે મોડેલ અને પ્રોડ્યુસર તરીકે પણ કામ કરી ચુકી છે. અમાલા પોલ ખાસ કરીને તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળે છે. તેણે પોતાનું એક્ટિંગ ડેબ્યૂ મલયાલમ ફિલ્મ Neelathamaraથી કર્યુ હતું.

  MORE
  GALLERIES

 • 99

  સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  અમાલા પોલ હિંદી વેબ સીરીઝ 'રંજીશ હી સહી'માં પણ જોવા મળી ચુકી છે. આ સીરિઝ મહેશ ભટ્ટે બનાવી હતી. સીરિઝમાં તે આમના પરવેઝની ભૂમિકામાં જોવા મળી હતી. તેનું કેરેક્ટર પરવીન બાબીના જીવન પરથી ઇન્સપાયર હતું.

  MORE
  GALLERIES