સાઉથ ઇન્ડિયન સિનેમા (South Indian Cinema) અને સાઉથ ઇન્ડિયન કલાકારોનો (South Indian Super Stars) ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વ ફલકે પણ વધી રહ્યો છે. તેમાં પણ તમિલ સિનેમા ઇન્ડસ્ટ્રી (Tamil Cinema Industry) ઘણા પ્રતિભાશાળી દિગ્દર્શકોથી ભરપૂર છે. કેટલાકે વિશ્વના મંચ પર પોતાની અલગ ઓળખ બનાવી છે. ઘણા કોલીવૂડ દિગ્દર્શકો પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવવા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા છે. પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે પોતાની ફિલ્મો માટે પોતે જ સ્ટોરી લખી (south actors who have written the story for their films) છે અને તેને અન્ય નિર્દેશકો દ્વારા બનાવવામાં આવી છે. અહીં પાંચ તમિલ કલાકારો વિશે જાણીએ જેમણે તેમની ફિલ્મો માટે જાતે જ સ્ટોરી લખી છે.
ધનુષ (Dhanush) - ધનુષ તમિલ સિનેમાના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંનો એક છે અને તેણે 'પા પાંડી' દ્વારા દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. હવે, ધનુષ તેના ભાઈ અને દિગ્દર્શક સેલ્વરાઘવન સાથે 'નેને વરુવેન' માટે ફરી કામ શરૂ કર્યુ છે અને ફિલ્મ પૂર્ણ થવાના આરે છે. ધનુષે 'નાને વરુવેન'ની સ્ટોરી લખી છે. તેણે પહેલીવાર કોઈ બીજા દ્વારા નિર્દેશિત સ્ટોરી લખી છે.
કમલ હાસન (kamal haasan) - કમલ હાસને તેની મોટાભાગની ફિલ્મોની કથાઓ લખી છે. આ સ્ટોરીનું નિર્દેશન અન્ય દ્વારા કરવામાં આવ્યું છે અને તેણે કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. 'થેવર મગન', 'ઉત્તમ વિલન', 'પંચથંથીરમ', 'ગુરુ', 'અપૂર્વ સગોધરરગલ', 'કુરુતિ પુનાલ', અને બીજી ઘણી સુપરહિટ ફિલ્મોની વાર્તાઓ કમલ હાસને લખી હતી.
રજનીકાંત (rajinikanth) - રજનીકાંત મોટે ભાગે તેમના સ્ટાઇલિશ અંદાજ અને દમદાર અભિનય માટે જાણીતા છે, પરંતુ તેઓ એક સારા લેખક પણ છે. તેણે 'વલ્લી' અને 'બાબા' ફિલ્મો માટે સ્ટોરી લખી છે. બંને ફિલ્મો અન્ય નિર્દેશકો દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. એક ફિલ્મનું દિગ્દર્શન કરવાનું રજનીકાંતનું સપનું છે અને આ જ કારણ છે કે તેની બંને પુત્રીઓ દિગ્દર્શન સાથે સંકળાયેલી છે.
કે. ભાગ્યરાજ (k bhagyaraj) - કે ભાગ્યરાજે તેના કરિયરની શરૂઆત પટકથા લેખક તરીકે શરૂ કરી અને પછી દિગ્દર્શક, અભિનેતા અને સંગીત દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે. લોકપ્રિયતા મેળવ્યા બાદ તેમણે ઇધુ નમ્મા લૂ, રૂધરા, થુનાઇ મુધલવાર જેવી પોતાની ફિલ્મો માટે સ્ટોરીઓ લખી છે, જેને અન્ય દ્વારા દિગ્દર્શન કરવામાં આવી છે.
સિલંબરાસન (silambarasan) - સિલંબરાસન પોતાને અપડેટ રાખવાનું પસંદ કરે છે અને તે મલ્ટીટાસ્કિંગ કરવામાં સક્ષમ છે. સિલામ્બરાસને તેમની સુપરહિટ ફિલ્મ 'મનમાધન'ની કહાની લખી છે અને ફિલ્મના નિર્દેશન માટે એજે મુરુગનની મદદ લીધી છે. પછીથી તેમને 'મનમાધન'ના દિગ્દર્શક તરીકે સંબોધવામાં આવ્યા હતા. પરંતુ હકીકત એ છે કે તેણે માત્ર કહાની લખી છે, જ્યારે એજે મુરુગને ફિલ્મનું નિર્દેશન કર્યું છે.