અલ્લૂ અર્જુન ખુબજ શાનદાર લાઇફ જીવે છે. અને ગાડીઓનો શોખીન છે. તેની પાસે BMW, જેગુઆર, ઓડી, રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ કારનું કલેક્શન છે. વર્ષ 2016માં અલ્લૂ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરનારો ટોલીવૂડ સ્ટાર હતો. મીડિયા રિપોર્ટ અનુસાર અલ્લૂ અર્જુનની નેટ વર્થ 360 કરોડ રૂપિયા છે. અલ્લૂ અર્જુનનાં હૈદરાબાદમાં એક શાનદાર ઘર છે. તેની સાથે એક 7 કરોડની વેનિટી વેન છે. જે તેણે 2019માં ખરીદી હતી.