

'કોન બનેગા કરોડપતિ'ના 13મી સપ્ટેમ્બરના એપિસોડમાં હોટ સીટ સુધી પહોંચેલા શ્યામરાજે 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યા. ત્યારબાદ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી મહારાષ્ટ્રની સોનાલી ધુવલ કેબીસીની હોટ સીટ પર પહોંચી.


અહીં પહોંચીને જેવું દરેક સ્પર્ધક સાથે થાય છે, તેમને ભરોસો નથી થતો અને તે અમિતાભ બચ્ચનને પગે લાગે છે, તેણે અમિતાભના હાથ પણ પોતાની આંખો પર લગાવ્યા અને કહ્યું કે, મને ભરોસો નથી થતો. આ મુદ્દે અમિતાભે તેમને કહ્યું કે, તમે ભરોસો કરી શકો છો, તમે હોટ સીટ પર પહોંચી ગયા છો.


સોનાલીને રમવાનો મોકો આજે એટલે કે 14 સપ્ટેમ્બરના એપિસોડમાં મળશે, પરંતુ વિતેલા એપિસોડમાં તેમની કહાની સાથેનો વીડિયો જે બતાવવામાં આવ્યો, તે ભાવુક કરી દે તેવો અને શાનદાર પણ છે.


સોનાલીએ એક સ્કૂલમાં શિક્ષક બનવાનું સપનું જોયું હતું, પરંતુ હવે તે સ્કૂલમાં જ તે પટાવાળાની નોકરી કરે છે. ઘરની આર્થિક સ્થિતિઓને જોતા સોનાલી એક સમયે કંડક્ટરની નોકરી પણ કરી ચુકી છે.


કંડક્ટરીના પોતાના કામ સાથે જોડાયેલો એક અનુભવ શેર કરતા સોનાલીએ જણાવ્યું કે, મહિલા કન્ડક્ટરને જોઈ બસમાં કેટલાક લોકો પરેશાન કરવાની કોશિસ કરતા હતા. કોઈ વચમાં પગ પણ અડાડતા હતા અને કોઈ ધક્કા પણ મારતા હતા, આ મુદ્દે તેમણે પરેશાન થવાની જગ્યાએ મુકાબલો કર્યો. સોનાલીએ જણાવ્યું કે, કોઈ પરેશાન કરે તો, બેલ્ટ નિકાળીને મોંઢા પર મારી દેતી હતી.


તેમની આ વાત સાંભળીને અમિતાભ બચ્ચને તેમને શાબાસી આપી અને કહ્યું કે, મારી છાતી ફૂલી ગઈ તમારી આ વાત સાંભળીને.


સોનાલી આજે 25 લાખના પ્રસ્ન સુધી પહોંચવાની છે. એવામાં હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, એક સામાન્ય પૃષ્ઠભૂમિથી આવનારી અને જિંદગીમાં સંઘર્ષ કરી રહેલી સોનાલી આજે કોન બનેગા કરોડપતિના મંચ પરથી કેટલી રકમ લઈને જાય છે.