

ઇન્ડસ્ટ્રીની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા વિરુદ્ધ ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેનાં પર ઇન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપનીએ તેનાં પર આરોપ લગાવ્યો છે.


કંપનીએ ફરિયાદમાં કહ્યું છે કે, દિલ્હીમાં શો કરવા માટે કંપની પાસેથી સોનાક્ષીનાં ખાતામાં 28 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ સાથે ટીમની ફ્લાઈટની 9 લાખ રૂપિયા સુધીની ટીકિટ બૂક કરવામાં આવી હતી પરંતુ સોનાક્ષી કોઈ પણ જાણ કર્યાં વગર કાર્યક્રમમાં પહોંચી નહોતી. ઈન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપનીનાં માલિક પ્રમોદ શર્મા છે.


તેમની કંપનીએ દિલ્લીનાં સીરીફોર્ટ ઓડિટોરિયમમાં ફેશન શોનું આયોજન કરાવવાનું કામ લીધું હતું. આ માટે જુનમાં જ સોનાક્ષી પાસેથી ડેટ લઇને બૂકિંગ કરવામાં આવી હતી.


સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પ્રમોદની કંપનીએ સોનાક્ષીની કંપનીનાં મેનેજર અભિષેક સિન્હાની વાત માનીને 24 લાખની રકમ જીએસટી લગાવીને સ્વાતિ સિન્હા અને સોનાક્ષી સિન્હાનાં ખાતામાં નખાવી હતી.