એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોનમ કપૂર (Sonam Kapoor) અને તેનાં પતિ આનંદ આહૂજા (Anand Ahuja) હાલમાં એક્ટ્રેસની પહેલી પ્રેગ્નેન્સી એન્જોય કરી રહ્યાં છે. હાલમાં જ સોનમનાં કાકા સંજય કપૂર (Sanjay Kapoor), કાકી મહીપ કપૂર (Maheep Kapoor) અને તેનો પિત્રાઇ ભાઇ જહાન કપૂર તેને મળવાં લંડન પહોંચ્યા હતાં. સંજય અને મહીપે સોશિયલ મીડિયા પર સોનમ અને આનંદ આહૂજા દ્વારા કરવામાં આવેલી મેહમાનવાઝીની તસવીરો શેર કરી હતકી જેમાં એક્ટ્રેસનાં ઘરની અંદરની ઝલક પણ નજર આવે છે. ચાલો તેનાં ઘરની અંદરની તસવીરો પર કરીએ નજર...
મહીપે ફોટો શેર કરતાં લખ્યું છે કે, મારી પ્રેમાળ ભત્રીજી, બેબી બંપ અને આનંદની સાથે એક બપોર.. બધુ જ અભૂતપૂર્વ છે. પરિવાર... મહિપે જે તસવીર શેર કરી છે તેમાંથી પહેલી તસવીરમાં સંજય કપૂર, મહીપ કપૂર, જહાન કપૂર, સોનમ કપૂર અને આનંદ આહૂજા સોફા પર બેઠેલાં નજર આવે છે. અન્ય તસવીરોમાં સોનમને ડાઇનિંગ એરિયામાં તેનાં દ્વારા પિરસવામાં આવેલી અલગ અલગ ડિશની ઝલક જોવા મળે છે.