એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આ વાત તો સૌ કોઇ જાણે છે કે, સોનમ કપૂર (Sonam Kapoor) મા બનવાની છે. ગત દિવસોમાં ગુરુવારે તેની ખોળાની વિધિ થઇ હતી. ગ્રાન્ડ લેવલ પર તેનું ખોળાનું ફંક્શન રાખવામાં આવ્યું હતું જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તો ખોળા બાદ સોનમ કપૂરની કેટલીક તસવીરો તેનાં પતિ આનંદ આહૂજા (Ananad Ahuja)એ શેર કરી છે. જેમાં તે મેકઅપ વગર ખુબજ થાકેલી નજર આવે છે. આનંદે પત્નીનાં અલગ અલગ મૂડ્સની ફોટો શેર કરી લખ્યું છે કે, દરેક સમયે પ્રેમ @sonamkapoor. તો ફેન્સની સાથે ઘણાં સેલિબ્રિટીઝ પણ આ તસવીરો પર કમેન્ટ્સ કરી રહ્યાં છે. નીચે જુઓ સોનમ કપૂરનાં કેટલાંક ડિફરન્ટ મૂડ્સની તસવીરો